Monday, November 11, 2024
Google search engine
HomeDahod - દાહોદલીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી દાહોદ...

લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી દાહોદ જીલ્લાની LCB ટીમ તથા લીમડી પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા  તથા પોલીસ અધિક્ષક  બલરામ મીણા દ્વારા દાહોદ ના લીમડી પો.સ્ટે.ના પુર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરી છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડવાની સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક  ડી.આર.પટેલ  ઝાલોદ વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.રાઠવા એ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડતા તેમજ પો.ઇન્સ. એમ.કે.ખાંટ  LCB શાખા દાહોદ તથા એલસીબી સ્ટાફના માણસો તાત્કાલીક એક્શનમાં આવી  આ ગુન્હાના આરોપીઓની તપાસ કરવા લીમડી પો.સ.ઇ.  એમ.એલ.ડામોર નાઓએ અલગ-અલગ ટીમો બનાવેલ અને આ ગુન્હાની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકીકત મેળવી લીમડી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૩૨૨૦૫૨૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૧૨૦(બી), ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હાના કામના ફરીયાદી  ને રેલ્વેમાં T.C. તરીકે નોકરી આપવાની  લાલચ આપી તેઓની પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમ લઇ છેતરપીંડી કરનાર આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી :- (૧) દુર્ગેશ્વરીબેન વસંતસિંહ જાતે વાધેલા, રહે.ફ્લેટ નં.૫૧૪, સીએમ સુકલીયા, વિજયનગર (મધ્યપ્રદેશ) (૨) અભિજીત ગિરીશભાઇ જાતે સાહુ, રહે. ક્ષમા પેટ્રોલ પંપ પાસે, ૮ એ.એક્સ. સ્કીમ નં.૭૧, સેક્ટર-સી, ઇન્દોર (મધ્યપ્રદેશ) સુરતમા
આમ, દાહોદ જીલ્લાની LCB ટીમ તથા લીમડી પોલીસે પુર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments