Friday, November 8, 2024
Google search engine
HomeDahod - દાહોદલોકસભા પ્રવાસ યોજના અંતર્ગત દાહોદ વિધાનસભાનાં યુવા I.T., સોશિયલ મીડિયા અને મીડિયા...

લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત દાહોદ વિધાનસભાનાં યુવા I.T., સોશિયલ મીડિયા અને મીડિયા સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોરએ કરી બેઠક

દાહોદ શહેરના APMC સભાખંડમાં આજે તા.૨૧/૦૯/૨૦૨૨ ને બુધવારની સાંજે દાહોદ વિધાનસભાના યુવા કાર્યકર્તાઓ પૈકી I. T., સોશિયલ મીડિયા અને મીડિયા સાથે આજે ભાજપના કેન્દ્રીય રાજ્ય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રી કૌશલ કિશોરએ લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત બેઠક યોજી હતી. આ બેઠકમાં દાહોદ જિલ્લામાં હાલ બીજેપીએ જેટલી સીટો જીતી છે તેને વધુ મતોથી જીતવી અને જે સીટો ગઈ વખત નથી જીતી શક્યા તે કેવી રીતે જીતવી તેની માટે આવનાર સમયમાં કઈ રીતે કામ કરવું જેથી આપણે કોંગ્રેસએ જીતેલી દાહોદની ત્રણ સીટ પાછી મેળવી શકીએ. અને આ વખતનું આપણું સ્લોગન છે “અબ કી બાર બીજેપી 150 કે પાર” ફિર સે ઇસ બાર ગુજરાતી સરકાર, મોદીએ ગરીબો માટે યોજનાઓ બનાવી એ મોદીને જેમને લોકોમાં દેશભાવના અને પ્રેમ જગાવ્યો અને દેશને વિશ્વ ફલક ઉપર સન્માન અપાવ્યું એવા વડાપ્રધાનને હટાવવા કેજરીવાલ, અખિલેશ અને કોંગ્રેસ વિરોધ કરે છે એમને ગુજરાતમાં 150 થી વધુ સીટો લાવી ફરી ગુજરાતી સરકાર બનાવીએ અને આપણે જ્યારે આપણ દાહોદની બધી સીટો જીતીશું તો જ આપણે ગુજરાતમાં 150 સીટો જીતી શકીશું. અને સાથે સાથે આપણે દરેક બુથ જીતવું પડશે તો આ લક્ષ્ય પ્રાપ્ત કરીશું. અને રણનીતિના ભાગ રૂપે કૌશલ કિશોરએ યુવાઓને કેવી રીતે કામ કરવું તેનું ખુબજ આગવી શૈલીમાં ઉદાહરણ આપી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ પાઠક (પપ્પુભાઈ) પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments