લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના અપમાન બદલ આજરોજ ભારતીય જનતા યુવા મોરચા દાહોદ શહેર દ્વારા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યુ

0
104

KEYUR PARMAR – DAHOD

અખંડ ભારતના શિલ્પી અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જોનાર સરદાર પટેલની તુલના એક વ્યભિચારના આરોપી અને પૈસા માટે સમાજથી દ્રોહ કરનાર નેતા સાથે કરીને હાર્દિક પટેલમા સરદાર વલ્લભભાઈ પટેલના DNA છે એવુ નિવેદન આપી કોગ્રેસે પાર્ટીએ સરદાર પટેલ અને સમગ્ર પાટીદાર સમાજનું ઘોર અપમાન કરેલ છે, જેને ગુજરાત ક્યારે પણ માફ નહી કરે શક્તિસિંહ ગોહીલ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના અપમાન બદલ આજરોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લાના પ્રભારી અમિતભાઇ ઠાકર તથા જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયારના માર્ગદર્શનમા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દાહોદ શહેર દ્વારા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યુ જેમાં જીલ્લા ભાજપ મહામંત્રી દિપેશભાઇ લાલપુરવાલા, શહેર પ્રમુખ કમલેશભાઇ રાઠી, મહામંત્રીઓ રાકેશભાઇ માળી તથા બીજલભાઇ ભરવાડ, નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, મહિલા મોર્ચાના રંજનબેન ભૈયા, જીલ્લા યુવા મોરચાના મહામંત્રી સતિષભાઇ પરમાર, ભાજપા યુવા મોરચા દાહોદ શહેરના પ્રમુખ અલયભાઇ દરજી તથા મહામંત્રી બાદલભાઇ પંચાલ, અને અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here