Friday, November 8, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાનને સફળ બનાવવા ધારાસભ્ય દ્વારા વાલી સંમેલન યોજવામાં...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાનને સફળ બનાવવા ધારાસભ્ય દ્વારા વાલી સંમેલન યોજવામાં આવ્યું

માતા પિતાએ પોતાના સંતાનો ને શિક્ષણ માં આગળ લાવવા શિક્ષક ની સાથે વાલી ની પણ જવાબદારી છે. : ધારાસભ્ય રમેશભાઈ કટારા

ફતેપુરા તાલુકાના સુખસરમાં જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એલ.બી. કટારા કન્યા વિદ્યાલય ખાતે તા.૦૪/૦૮/૨૦૨૩ ને શુક્રવારના રોજ વાલી સંમેલન યોજાયું હતું. આ વાળી સંમેલન મંડળના પ્રમુખ અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આચાર્ય કલાવતીબેન કટારા દ્વારા સમસ્ત સ્ટાફ ગણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ભુરાભાઈ કટારાએ આ વિસ્તારના ગરીબ બાળકો પોતાના વિસ્તારમાં જ સારું શિક્ષણ મેળવી રહે તે અર્થે શાળા કોલેજો મંજુર કરાવી હતી. જેનો આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને શિક્ષણ મેળવી રહ્યા છે. ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યુ હતું કે મારાં પિતા ભુરાભાઈ એ આ વિસ્તારના ગરીબ બાળકોની ચિતાં કરી હતી અને ધો. ૧ થી લઇ બી.એડ. કોલેજ તથા આઇ.ટી.આઇ. સુધી ની શાળાઓ ખોલી છે. જેમાં આજે વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે.

વાલીઓ ઈચ્છતાં હોય કે તમારું બાળક શાળામાં હોશિયાર થાય, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે. શાળાના સંચાલકો પણ આ પ્રકારના એક્ટીવ પેરેન્ટ્સને આવકારે છે.

આથી વાલીઓએ શાળાના સમય દરમિયાન બાળક શું કરે છે તેની માહિતી સંતાનોને હળવાશથી પ્રશ્નો પૂછીને મેળવવી જોઈએ. સંતાનોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી ઈતર પ્રવૃત્તિ વિશે મા-બાપે પણ માહિતી રાખવી જોઈએ. બાળકના ભણતરમાં રસ ધરાવતાં વાલીઓ સાથે શિક્ષકો પણ આત્મીયતાથી વાત કરે છે. તેઓ જાણે છે કે બાળકોની સંભાળ રાખતાં અને તેમની પ્રત્યેક બાબત પ્રત્યે જાગૃત રહેતા વાલીઓ જ તેના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવે છે.

હવે ઘણી શાળાઓમાં વાલી અને શિક્ષકો મળી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે. આ સમયે મા-બાપ પોતાના બાળકોની શાળાકીય પ્રવૃતિ બાબતે જાણી શકે છે અને તે સંબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે છૂટથી ચર્ચા પણ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments