Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદવર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આજે રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા અને રોટરી ...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આજે રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા અને રોટરી ક્લબ દાહોદ ના સંયુક્ત ઉપક્રમે વોકેથોનનું આયોજન કરાયું

Keyur Parmar – Dahod

                            સમગ્ર વિશ્વ માં 29 સપ્ટેમ્બર ને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેના સંદર્ભે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના રમતગમત મેદાન ખાતેથી રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા અને રોટરી ક્લબ દાહોદ ના સંયુક્ત ઉપક્રમે વોકેથોનનું આયોજન કરાયું હતું. આ પ્રસગે એજ્યું. સોસાયટી ના મેદાન ખાતે દાહોદની સેંટ સ્ટીફન હાઈસ્કુલ, નર્સિંગ સ્કુલ તેમજ અન્ય શાળા કોલેજના વિદ્યાર્થીઓએ રેલી માં ઉત્ષાહભેર ભાગ લીધો હતો
                             આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક મયંકસિંહ ચાવડા તથા અતિથી વિશેષ દાહોદ નગર સેવા સદન ના પ્રમુખ રાજેશ સહેતાઈ તેમજ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી સુરેશ શેઠ તથા રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ માંથી આવેલ ડો. નીરવ ભાલાણી તથા ડો. અરવિંદ શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાહોદ જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે દાહોદ જેવા નાના શહેરમાં આટલું મોટું ઇન્સ્ટીટ્યુટ શરુ થાય તે આપના માટે ગૌરવ ની વાત છે. તેમજ આનો લાભ આજુબાજુના મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યના ગામોને પણ મળશે તેવું જણાવી શુભેચ્છા પાઠવી હતી.
                             ત્યારબાદ આ તમામ મહાનુભાવોએ સવારના 9 કલાકે આ રેલીને પ્રસ્થાન કરવા માટે લીલી ઝંડી દેખાડી હતી અને આ રેલી દાહોદ ના રાજમાર્ગો ઉપર ફરી હતી અને ત્યારબાદ આ રેલીનું અનાજ મહાજનના સંકુલ ખાતે સમાપન કરાયું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments