- ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ – સાંસદ જસવંત સિંહ ભાભોર.
- આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત પ્રાંત કક્ષાનો વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ જસવંત સિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ગરબાડા ખાતે યોજાયો હતો.
દાહોદના ગરબાડા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત ગરબાડા ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી રાજ્યના સામાન્ય માણસોની સામાજીક, આર્થિક સ્થિતિ સારી બની છે અને જીવનધોરણ ઊંચું આવ્યું છે. સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે તા. ૧૨ અને તા. ૧૩ ના રોજ રાજ્ય સરકાર દ્વારા ”વિશ્વાસ થી વિકાસયાત્રા” નું આયોજન રાજ્યક્ક્ષાએ, જીલ્લા કક્ષા એ તથા પ્રાંત કક્ષાએ કરીને વિકાસકાર્યોને જનસમર્પિત કરાશે.
સાંસદ જસવંતસિંહ ભાભોરએ વધુમાં જણાવ્યું કે ગરબાડા તાલુકામાં ખાતમુહૂર્ત ૧૧૪.૫૬૫ લાખ અને લોકાર્પણ ૪૭.૧૭૬ લાખ રૂપિયા તેમજ દાહોદ તાલુકાના ખાતમુહૂર્ત ૬૧૮.૧૯૭ લાખ રૂપિયા તેમજ લોકર્પણના કામો ૮૭.૨૦૬ લાખ રૂપિયા કેંદ્ર અને રાજ્ય સરકારે ફાળવ્યા છે. વધુમાં સાંસદ જસવંતસિંહ ભાભોર એ ઉમેર્યું કે જીલ્લા આયોજન મંડળ ને રાજ્ય સરકાર તરફ થી ૧૭.૮૬ લાખ, પંચાયત વિભાગ ને ૨૩૬.૭૯ લાખ, માર્ગ અને મકાન વિભાગને ૫૦૦ લાખ, ગ્રામ વિકાસ ને ૧૧૨.૫૦૪ લાખ એમ કરીને કુલ ૮૬૭.૧૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાનો ૨૦ વર્ષ નો વિશ્વાસ અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષોમાં કરવામાં આવેલ કામગીરીને પ્રજા સમક્ષ મુકવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશ માં વિકાસ યાત્રા શરૂ કરાવી છે. અને પ્રધાનમંત્રીએ કોઈ રાજનીતી નહીં પણ રાષ્ટ્રનીતી થી ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડેલ સ્ટેટ બનાવ્યું છે. સાંસદ જસવંતસિંહ ભાભોરએ વધુમાં ઉમેર્યું કે આપણા વડાપ્રધાન નરેંન્દ્રભાઈ મોદી અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભુપેંન્દ્રભાઇ પટેલના અથાક પ્રયત્નો થકી ભુપેંન્દ્રભાઇ પટેલ સરકાર એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે.
આ વેળાએ જીલ્લા પંચાયત સભ્ય જીથરાભાઇ ડામોર, જિલ્લા પંચાયત સભ્ય પર્વતભાઈ ડામોર, જિલ્લા સભ્ય કીરીટ પટેલ, તાલુકા પ્રમુખ મનીષાબેન ગણાવા, ગરબાડા તાલુકા સભ્ય કમલેશભાઇ, તાલુકા પ્રાંત અધિકારી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.