વિશ્વ આદિવાસી દિવસે કંબોઈ ધામ ખાતે શ્રી ગોવિંદ ગુરૂને ભાવાંજલી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

0
44

  •  વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદમાં
  • મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં શ્રી ગોવિંદગુરૂની મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈ ધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.

ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ગોવિંદ ગુરૂની મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું હતું.

ઝાલોદ તાલુકાના કંબોઈ સ્થિત આ સમાધિ સ્થળ આદિવાસી ઓ બાંધવો માટે શ્રદ્ધા અને આસ્થાનું ધામ છે. મુખ્યમંત્રીનું અહીં આદિવાસી પરંપરા પ્રમાણે લોકવાદ્યો સાથે સ્વાગત કરવા સાથે આદિવાસી કન્યાઓએ કળશ – શ્રીફળ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સામૈંયુ કર્યું હતું.

આ વેળા અદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ જસવંતસિંહ ભોભોર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના અધિકારીઓ, આદિવાસી ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here