દાહોદ જિલ્લા પંચાયત અને સંજેલી તાલુકા પંચાયત ના 49 ઉમેદવારો નું ભાવિ શિલ થયું સંજેલીમા રવિવારે યોજાયેલી દાહોદ જિલ્લા પંચાયત ની 2 બેઠકો જેમાં 19-હિરોલા બેઠક માટે કુલ 4 મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસના [1] કૈલાશબેન ભુરસીંગભાઈ તાવીયાડ [2] ભાજપમાંથી શુશીલાબેન રમેશભાઈ બારીઆ [3] ખુશ્બુબેન અર્પિતકુમાર શાહ અપક્ષ ઉમેદવાર [4] સુશીલાબેન રતનસિંહ બારીઆએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ ખેલિયો હતો તથા 10-ચમારિયા ની બેઠક પર માત્ર બે મહિલા ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપના [1] શિલ્પાબેન સબૂરભાઈ પટેલ તથા [2] કોંગ્રેસમાંથી હિરલબેન અજિતસિંહ બારીઆએ ઉમેદવારી કરી હતી. જયારે સંજેલી તાલુકા પંચાયત ની 16 બેઠકો માટે 43 જેટલા ઉમેદવાર ભાઈ બહેનો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. રવિવારે યોજાયેલી આ ચૂંટણી દરમિયાન સરકારી વહીવટી તંત્ર દ્વારા 83 + 83 મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરેક મતદાન કેન્દ્ર પર વિડીયો ગ્રાફી ગોઠવેલી હોઈ સંજેલી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન થતા સરકારી વહીવટી તંત્રને પણ રાહત થઇ હતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો કેવા આવશે. તે જોવાનું રહ્યું જો કે છેલ્લા 4 ટર્મ થી જોકે સંજેલી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. ત્યારે હવે પરિવર્તન થશે કે પછી ભાજપનો ભગવો લહેરાશે તે જોવું રહ્યું.
સંજેલી તાલુકામાં શાંતિ પૂર્ણ રીતે 63.25 ટકા થયું મતદાન
RELATED ARTICLES