નાયબ પોલીસ મહાન નિરીક્ષક ચિરાગ કોરડીયા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ જિલ્લામાં પ્રોહી ડ્રાઈવનું આયોજન કરી પ્રોહી અસમાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબૂત કરવા સારું લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરિવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઈડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું જિલ્લા એલસીબી ની ટીમને જરૂર સૂચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને LCB ટીમ જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી દરમિયાન LCB પીઆઇ એમ.કે. ખાંટનાઓની સૂચના મુજબ ગઈ કાલે P.S.I. એમ.એફ. ડામોર તથા P.S.I. આર.બી. ઝાલા તથા LCB સ્ટાફની ટીમ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન LCB પી.આઇ.નાઓને બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની મારુતિ વાન ગાડી GJ-21 M-5756 ની મા વેફરના પડીકાઓની નીચે દારૂ ભરી લઈ ઝાલોદ થઈ સંજેલી તરફના રસ્તે નીકળેલ છે. જે બાતમી હકીકત આધારે LCBની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી શંકરભાઈ પાર્સિંગભાઈ જાતે પલાસ રહે નેનકી સીમ ફળિયુ તાલુકો સંજેલી જિલ્લા દાહોદ નામનો આરોપી પકડાયેલ. જેની પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ તથા બીયરની બોટલો નંગ 1416 કિંમત રૂપિયા 1,36,320/- તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 500 તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારુતિ વાન ની કિંમત 1,00,000/- તથા જુનાજેવા વેફરના પડીકા નંગ 100 કિંમત 00.00 મળી કુલ રૂપિયા 2,36,820/- નો મુદ્દા માલ કબજે કરેલ.
આમ, પ્રોહિ દરમિયાન સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારુતિ વાનમાં વેફરના પાડીકાની આડમાંથી વિદેશી દારૂ કિંમત રૂપિયા 1, 36,320/- મળી કિંમત ₹.2,36,820 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી પ્રોહી ગણના પાત્ર કે શોધી કાઢવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.