સંતરામપુર થી રાજસ્થાન ગેરકાયદે કતલખાને લઇ જવાતો ભેંસો ભરેલ ટેમ્પો ફતેપુરા પોલીસે ઝડપી પાડ્યો

0
517

PP photo

NewsTok24 – Sabir Bhabhor – Fatepura

 

ગતરોજ ફતેપુરા પોલીસને મળેલ બાતમીના આધારે રાત્રીના સમયે ખાનગી ગાડી લઈ નાના સરણૈયા ગામે વોચ રાખી ગોઠીબથી બટકવાડા ના રસ્તે જતી ગાડીઓની તપાસ આદરી હતી ત્યારે રાત્રીના આશરે 1:30 કલાકે એક મોટર સાયકલ તેમજ તેની પાછળ આવી રહેલ પીકઅપ ટેમ્પો નં. RJ-03 GA-1548 ને રોકી તપાસ કરતા તેમા કતલખાને લઈ જવા માટે ભેંસો ભરેલ જણાતા ટેમ્પો તથા માણસોને ફતેપુરા પો. સ્ટેશન લાવી પુછપરછ કરતા આ ભેંસો સંતરામપુર થી બાંસવાડા (રાજસ્થાન)  કતલખાને લઈ જતા હોવાનુ ખુલવા પામ્યુ છે. પકડાયેલ ઈસમો પૈકી અલ્લારખાં શેરખાંન મુલતાની, શાહરુખ રસુલ મુલતાની બન્ને રહે. સંતરામપુર તથા યુસુફ ગુલામમોહમ્મદ પઠાણ રહે.બાંસવાડા (રાજસ્થાન) ની ધરપકડ કરી 1 ટેમ્પો, 1 મોટરસાયકલ તથા 4 ભેંસો એમ કુલ મળી રૂપિયા 3,45000/- નો મુદ્દામાલ જપ્ત કરી. પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here