દાહોદ તાલુકામાં આજે “સંપર્ક થી સમર્થન અને વિકાસ તીર્થ” નો પ્રવાસ દાહોદની જીલ્લા પંચાયતની ઉચવાણિયા થી કરવામાં આવ્યો હતો
દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તા.૦૫/૦૬/૨૦૨૩ ને સોમવારના રોજથી “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત દાહોદની જિલ્લા પંચાયતની ઉચવાણીયા સીટના ટાંડામાં ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો બનેલ નવીન બ્રિજ થી સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. તા. ૩૦ મે, ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર ૯ વર્ષ પુર્ણ કરેલ. આ પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવનાર છે. તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા નાં દરેક ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે
દાહોદ જિલ્લા વિશેષ સંપર્ક અભિયાનના મીડિયા ઇન્ચાર્જ નેહલ શાહ એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, પ્રભારી ભરતસિંહ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના, કૈલાશબેન પરમાર તથા ભાજપના અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આ વિશેષ જનસંપર્ક અભિયાનમાં ટાંડા બ્રિજ વિકાસ તીર્થ ઉપર યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
૧ જુન થી ૨૦ જૂન સુધી “સંપર્ક થી સમર્થન અને વિકાસ તીર્થ” નો પ્રવાસ જે વિસ્તારોમાં વિકાસ કાર્ય થઈ રહ્યા છે અને થઈ ગયા છે તે સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે તા.૦૫ જૂન ના સોમવારના રોજ દાહોદ જિલ્લા પંચાયતની ઉચવાણીયા સીટના અગ્રણી નૈણાસિંગ બાકલિયા (રાછરડા) અને જ્યોતિભાઈ ભાભોર (ગુંદીખેડા) જોડે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારબાદ ખંગેલાના વિરસિંહભાઈ બારીયા (વડબારા) અને રાજેન્દ્રસિંહ બાપુ (વણભોરી) જોડે સંપર્ક કરી આગાવાડા જી.પંચાયત સીટના સુરેન્દ્રસિંહ નાયક (કતવારા) અને પાનસિંહભાઈ મોહનીયા (ભિટોડી) ની મુલાકાત લઈ જાલત જી.પંચાયત સીટના વજેસિંહ જાદવ (જાલત) તેઓના ઘરે જઈ તેમને સાથે જન સંપર્ક કરવામાં આવ્યો. દાહોદ તાલુકાના સમગ્ર સંપર્ક અભિયાન દાહોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ લબાનાની દેખરેખમાં કરવામાં આવ્યો હતો.