સનાતન મંદિર ગણપતિ મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે શોભા યાત્રામાં કરાટે ડેમોનસ્ટ્રેશન કરનાર ટીમને સમ્માનિત કરવામાં આવી

0
410

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લા ના મુખ્ય મથક એવા દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ પૌરાણિક સનાતન મંદિર ના ગણપતિ મંડળ દ્વારા ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપનાનું આયોજન કરવામાં આવે છે આ આયોજનના ભાગ રૂપે કોઈપણ એક લાભાર્થીને ત્યાંથી ગણપતિની શોભાયાત્રા નીકળે છે જે પરેલના અન્ય વિસ્તારોમાં ફરી સનાતન મંદિર ખાતે સ્થાપના કરી પૂર્ણ થાય છે.

આ શોભાયાત્રા દરમ્યાન દાહોદ કરાટે એશોશીએસન ના પ્રમુખ રાકેશ ભાટિયા તથા તેમની ટીમ ના સભ્યોને કરાટે ડેમોનસ્ટ્રેશન માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતું. જેના ભાગ રૂપે આ કરાટે ટીમ દ્વારા સમગ્ર શોભાયાત્રા દરમ્યાન પરેલના દરેક વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર કરાટે ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેનાથી પ્રભાવિત થઈને સનાતન મંદિર ગણેશ મંડળ દ્વારા આ કરતે એશોસીએસન ની સમગ્ર ટીમને ભેટ આપી સમ્માનિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here