સુખી ખાંસી + છીંક + શરીરમાં દુખાવો + કમજોરી + તેજ તાવ + શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણ જણાય તો પોતે અને પરિવારે કોરોનાનો ટેસ્ટ અચૂક કરાવવો : જિલ્લા કલેકટર વિજય ખરાડી

0
776

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

હાલ સમગ્ર ભારત દેશમાં કોરોના સંક્રમણ દરેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે ત્યારે દાહોદ જીલ્લામાં પણ હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ થોડા સમયથી વધુ વણસી છે અને જે કોવિડની સ્થિતિના ભાગ રૂપે દાહોદ જીલ્લામાં 16 નવા હોસ્પિટલો પણ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ સેન્ટરો માટે ફાળવવામાં આવ્યા છે. જ્યાં દરેક જાતની વ્યવસ્થા જે જેમ કે, ઓક્સિજન, વેન્ટિલેટર વગેરેની વ્યવસ્થા પણ પૂર્ણ કરવામાં આવી છે. અને રેમીડિસીવરની પણ દરેક ખાનગી હોસ્પિટલોને પણ જરૂરિયાત મુજબ મળી રહે તે માટે પણ જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, હાલની સ્થિત જોતાં જીલ્લામાં સમયોચિત કરફ્યુ અને સેમી લોકડાઉન જેવુ કરવમાં આવેલ છે. પરંતુ જે હાલ સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આ મામલે શક્ય હોય તો જે પણ વ્યક્તિને શંકા જાય અને નીચેના કોઈ પણ સીમટમ્સ દેખાતા હોય જેવા કે સુખી ખાંસી + છીક + શરીરમાં દુખાવો + કમજોરી + તેજ તાવ + શ્વાસ લેવામાં તકલીફ પડતી હૉય અને આ બધા લક્ષણો જો કોઈ પણ વ્યક્તિને હોય તો તે વ્યક્તિએ અને તેના પરિવારજનોએ અચૂક અને અવશ્ય કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇયે. તેવું જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અપીલ છે.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

જેથી આપણે પણ સુરક્ષિત રહી શકીએ અને આપની સોસાયટીને (આજુ બાજુના માહોલ અને લોકો) પણ સુરક્ષિત રાખી શકીએ અને જેથી આપણે નીરોગી બનીએ અને આપણા ગામ, શહેર અને જિલ્લાને પણ નીરોગી બનાવીએ. એટલે ખાસ આપણી જાગૃત નાગરિક તરીકેની ફરજ આવે છે કે આપણા ઘરમાં, પાડોસમાં કે મિત્રવર્તુળમાં કે સગાસંબધિઓએમાં પણ આવા જો કોઈ સીમટમ્સ જો કોઈને દેખાતા હોય તો તેમને કોરોના ટેસ્ટ કરાવવામાં માટે પ્રેરવા જોઇયે અને એવા સીમટમ્સ કોઈને પણ દેખાતા હોય તો તેઓ પણ આગળ આવે અને કોરોના ટેસ્ટ કરાવે અને જેથી સંક્રમણની પરિસ્થિતી વધુ ન ફેલાય અને તેની સારવાર સમયોચિત થઈ શકે અને જીવની હાનિ બચે અને આપણે કોરોનાને માત આપી શકીએ. તેવી દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા દાહોદ જિલ્લાના નગરજનોને અપીલ કરવામાં આવે છે. તો આવો ઉઠીએ, જાગીએ અને કોરોનને નાથવા માટે આ સામાન્ય કામ છે તે સૌ સાથે મળીને કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here