૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિન-૨૦૨૩-૨૪ ની ઉજવણી માટેની પ્રેસ કોન્ફરન્સના બુલેટ પોઈંન્ટ આજે સરદાર પટેલ સભાખંડ,કલેકટર કચેરી દાહોદ ખાતે દાહોદ કલેકટર હર્ષિત ગોસાવી ની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી
સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉતમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં જાહેર કરવામાં આવેલ છે. તદઅનુસાર વર્ષ ૨૦૧૫થી પ્રતિવર્ષ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવાનું સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા જાહેર કરાયું છે. ભારત સ૨કા૨ે યોગ વિદ્યાની મુળભૂમિ એવા ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રમાં આ સંદર્ભે તે દિવસે વિરાટ અને વિસ્તૃત યોગ કાર્યક્રમનુ આયોજન થનાર છે અને તેનો શ્રેય માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા G-20 ની ONE EARTH, ONE HEALTH ની થીમ ને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘર આંગણે યોગ” ના થીમ સાથે ૨૧મી જુન – ૨૦૨૩ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાનુ નક્કી કરવામા અવેલ છે.
‘વિશ્વ યોગ દિવસ’ની દાહોદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ,નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજ કેમ્પસમાં તેમજ યોગ સાથે કાયમી જોડાયેલ સંસ્થાઓ (એમને અનુકુળ આવે તેવા સ્થળોએ) તેમજ સ્વૈચ્છિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા તા.૨૧મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.
આપણા દાહોદમા જિલ્લા કક્ષાનો ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ જિલ્લા મથક દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમા ૨૦૦૦ થી વધુની સંખ્યામા યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે પંતજલી યોગ સંસ્થાન, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારીઝ, વિવિધ NGO ભાગ લેશે અને તાલુકા દીઠ એક નગરપાલિકા દીઠ એક સ્થળે ઉજવવામાં આવનાર છે.
તા.૨૧ મી જુન ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૫ આઇકોનિક યોગ સ્થળો નક્કી થયેલ છે. જે પૈકી દાહોદ જિલ્લામાં “સ્વ.જયદિપસિંહજી રમત ગમત સંકુલ દેવગઢ બારીયા” ખાતે કાર્યક્રમ યોજારો.