🅱️ig 🅱️reaking : અનલોક -1 ના સળંગ ત્રીજા દિવસે વધુ 5 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

0
631

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

આજે તા.૦૪/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં અનલોક-૦૧ ના ચોથા દિવસે દાહોદ જિલ્લામાં વધુ ૦૫ કેસ કોરોના પોઝીટીવ આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૮૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૮૨ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને બાકીના ૦૫ વ્યક્તિઓના ટેસ્ટ પોઝટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.

જેમાં (૧) યશ અમિતભાઈ કડકિયા – ઉ.વ. – ૨૨ વર્ષ રહે. વડોદરા, (૨) તરુનેદ્ર એમ. સરવૈયા – ઉ.વ. – ૫૦ વર્ષ રહે. મહુડી, (૩) રાજેશભાઇ એમ. બારીયા – ઉ.વ. ૩૦ વર્ષ રહે. રળિયાતી ભૂરા, ઝાલોદ, (૪) ચેતાલી મુનિયા – ઉ.વ. – ૨૫ વર્ષ, રહે. દાહોદ અને (૫) છત્તરસિંગ આર. બારીયા – ઉ.વ. ૪૭ વર્ષ રહે. કુંણધા, લીમખેડા. આ તમામના કોન્ટેક્ટનું અને ટ્રાવેલ હિસ્ટ્રી તંત્ર દ્વારા તપાસ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અનલોક – ૦૧ (લોકડાઉન – ૦૫) જાહેર કરેલ છે. તે અનુસંધાને તા.૦૨/૦૬/૨૦૨૦ ના રોજ થી સતત આજે ત્રીજા દિવસે પણ દાહોદ જિલ્લામાં કોરોના કેસના પોઝીટીવ કેસ આવતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો તંત્ર દ્વારા આ અનલોક – ૦૧ માં ત્વરિત કોઈ સક્રિય પગલાં ભરવામાં નહીં આવે તો દાહોદ જિલ્લો કોરોના મુક્ત થવાના આરે હતો તેમાં ફરીથી કોરોના વધુ માથું ન ઉંચુ કરે તે તંત્રએ જોવું રહ્યું.

હાલ દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ ૪૨ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી ૩૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે અને આજના આ ૦૫ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૦ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here