Saturday, November 9, 2024
Google search engine
HomeBig Breaking🅱️ig 🅱️reaking : ઝાલોદના ગરાડું ચેકપોસ્ટ પરથી રદ થઈ ગયેલ ૫૦૦ અને...

🅱️ig 🅱️reaking : ઝાલોદના ગરાડું ચેકપોસ્ટ પરથી રદ થઈ ગયેલ ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો ભરેલ બેગ સાથે બે ઈસમો ઝડપાયા

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી – ૨૦૨૨ ના અનુલક્ષીને બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેક પોસ્ટ ઉભી કરતા વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ પર સવાર બે ઈસમો પાસેથી રદ થઈ ગયેલ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ ની ચલણી નોટો ભરેલ જપ્ત કરવામાં આવી.

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ થી આંઠ કીમીનાં અંતરે ગરાડું ચેકપોસ્ટ આવેલ છે. ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત દરેક આવતા જતા વાહન પર બાજ નજર રાખી રહી છે, ત્યારે સઘન ચેકીંગ દરમિયાન એક બાઇક ઉપર બે ઈસમો પાસેથી બેગમાં રૂ. ૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની કુલ ૧૮,૯૯,૫૦૦/- રૂપિયાની રદ થઈ ગયેલ નોટો ઝડપાઈ. આ રદ થઈ ગયેલ ચલણી નોટો તેઓ ક્યાંથી લાવ્યા ? અને  ક્યાં લઇ જવાના હતા તે દિશામાં ઝાલોદ પોલીસે સઘન પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments