🅱️reaking : દાહોદ જિલ્લા સરપંચ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 15માં નાણાપંચમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો મુદ્દો ઉમેરવા જિલ્લા કલેકટરને અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન

0
32

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAગુજરાત સરકારના વિકાસ કમિશનર દ્વારા 15માં નાણાંપંચ અંતર્ગત વિવિધ ગ્રાન્ટનો ગુજરાતમા પંચાયત, તાલુકાઓ અને જિલ્લાઓમાં કેવી રીતે વપરાશ કરવો અને તેનું અમલિકરણ કેવી રીતે કરવું તેના માટેની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં પીવાના પાણીને લાગતા 10 ઠરાવોએ સૂચનો કરેલ છે. જેમાં 11મો મુદ્દો સૂચન તરીકે ઉમેરવામાં આવે. તેમજ 15માં નાણાં પંચમાંથી પીવાના પાણીની યોજનાઓ માટે જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવી શકાશે તેમ વિવિધ 6 મુદ્દાઓનો સમાવેશ છે, પરંતુ તેમાં 7માં મુદ્દા તરીકે પીવાના પાણી માટે બોર વિથ મોટર હેન્ડપંપનો મીની પાણી પુરવઠાનો મુદ્દો પણ સામાવીષ્ઠ કરવામાં આવે. તથા અન્ય મુદ્દાઓ જેવાકે 15માં નાણા પંચની ગ્રાન્ટની મુખ્ય એજન્સી ગ્રામ પંચાયત રહેશે. ગ્રામપંચાયતની ખરીદી જે એમ. પોર્ટલ ઉપરથી કરવાનું નક્કી કરેલ છે તેના ભાવમાં ખૂબ વિસંગતતા જણાય છે અને પંચાયતોને મોટું નુકસાન થાય છે. જેથી તે પણ રદ કરવું. વધુમાં 15માં નાણાંપંચનો સંપૂર્ણ વહીવટ ડિજિટલ કરવા માટે જણાવેલ છે પરંતુ હજી સુધી રાજ્યના કોઈ પણ જિલ્લા કે તાલુકાના સરપંચ કે તલાટીને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવી નથી તેથી 15માં નાણાંપંચની કાર્યવાહી 14માં નાણાંપંચ મુજબ કરવામાં આવે આવી વિવિધ માંગણીઓને લઇ દાહોદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ગુજરાત સરપંચ કાઉન્સિલના નેજા હેઠળ ઉગ્ર માંગણીઓ કરતું આવેદન જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here