🅱reaking દાહોદના ઝાલોદમાંથી રાજસ્થાનના માજી કૉંગ્રેસના મંત્રી મહેન્દ્ર મલાવીયાના વિરોધમાં ઝાલોદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરી અને પથ્થરમારો કરી ભગાડ્યા, વીડિઓ થયો વાઇરલ

0
1148
Newstok24 Desk
દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભા બેઠકના મુખ્ય શહેર ઝાલોદ ખાતે સાંજે આજે મોડી સાંજે કૉંગ્રેસના રાજસ્થાનના માજી મંત્રી અને હાલ બાસવાડાના ધારાસભ્ય જ્યારે ઝાલોદ કૉંગ્રેસ કાર્યાલય પર જવા તેમની કારમાંથી ઉતર્યા ત્યારે તેઓના વિરુદ્ધમાં “રાજસ્થાનના ચોર ભાગ” ના સુત્રોચ્છર કર્યા અને કિકયારીઓ કરી હુરરીઓ બોલાવી. એટલુંજ નહીં તેઓ કાર્યાલય તરફ પોતાના ગાર્ડ સાથે ચાલવા લાગ્યા તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલય પરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને આ અચાનક હુમલાથી ડરી ને ગભરાઈ જઇ પોતાની કારમાં બેસી ભાગી ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાવેશ કટારા જેવા આયાતી ઉમેદવારને ટીકીટ મહેન્દ્ર મલાવીયાએ વેચાતી અપાવી હોવાનો આક્ષેપ કરી પથ્થરમારો અને સુત્રોચ્ચાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here