દાહોદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે તા.૨૨/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ ડૉ.પ્રભાબેન તાવિયાડની કોંગ્રેસ હાઇકમાંડ દ્વારા દાહોદ લોકસભા સીટના ઉમેદવાર તરીકે નામ કરાતા પ્રભાબેન તાવીયાડ દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ તથા આપ પાર્ટીના વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભાબેન તાવીયાડે જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ 19 – દાહોદ લોકસભાની કોંગ્રેસની ટિકિટ જાહેર કરી ફરી મારામાં વિશ્વાસ મૂક્યો તે બદલ હું કોંગ્રેસ હાઈકમાંડ આભાર માનું છું. અમે દાહોદમાં વ્યવસાયલક્ષી તેમજ નોકરી, હાફેશ્વર સિંચાઇ યોજના જેવા અનેક મુદ્દાઓને લઈને અમે જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. અમારા કાર્યકરો દર એક બુથ સુધી જઈને મહેનત કરીને આ વખતે એક લાખ થી વધુ મતોથી વિજય થઈ દાહોદની લોકસભા સીટ પર વિજય મેળવીશું.
આમ આદમી પાર્ટીના તરુલતાબેન હઠીલા દ્વારા જણાવવામાં આવ્યું કે ઈન્ડી ગઠબંધનના કારણે અમો ડો. પ્રભાબેન તાવિયાડનું નામ હાઈકમાન્ડ સુધી સજેસ્ટ કર્યું હતું જેને કારણે 19 – દાહોદ વિધાનસભાની બેઠક માટે ડોક્ટર પ્રભાબેન તાવીયાડ કોંગ્રેસની બેઠક પર ખૂબ જ સક્ષમ છે. અને અમો તેઓને તન મન અને ધનથી સપોર્ટ કરીશું તેવા આશ્વાસન આપી દાહોદ લોકસભાને ખૂબ જ જંગી મતોથી વિજય થાય તે માટેના પ્રયાસો કરી દાહોદ લોકસભા સીટ એક લાખથી વધુ મતથી જીતીશું.