BREAKING : દાહોદના ખરેડી ગામે આવેલ મેગા G.I.D.C.માં થયેલ લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી દાહોદ રૂરલ પોલીસ

0
332

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ દાહોદનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનાઓને શોધી કાઢવા અંગેની સૂચનાના આધારે ગત તા.૧૭/૧૧/૨૦૧૮ ના રોજ ખરેડી ખાતે મેગા G.I.D.C. વિસ્તારમાં આવેલ ક્રાઉન પ્રોટીનની ફેક્ટરીમાં ઓફિસના તાળા તોડી રોકડ તથા ચાંદીના સિક્કા અને દાન પુણ્ય માટે જમા રાખેલ ₹.૪,૨૧,૦૦૦/- (ચાર લાખ એકવીસ હજાર) ની લૂંટ કરવામાં આવેલ. જે બાબતે આજ રોજ બાતમી આધારે લૂંટ કરનાર આરોપી કાંતિભાઈ વાલસંગભાઈ કલારા રહે.ખરેડીને ગુનામાં ગયેલ મુદ્દામાલના રોકડા ₹. ૩૧,૦૦૦/- સાથે પકડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here