૯ મી ડિસેમ્બર ૨૦૧૮ રવિવારનાં રોજ મલેશિયા ખાતે યોજાયેલ મેન્ટલ એરથમેટીક એજ્યુકેશન (UCMAS) સ્પર્ધામાં દાહોદ શહેરના ત્રણ છાત્રોએ ભાગ લઇ સિધ્ધી હાંસલ કરી છે. દાહોદ સેન્ટરમાંથી નિધિ મોઢવાણી, આર્જીકા તલાટી અને દક્ષ પટેલે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓએ પોતાની કેટેગરીમાં ક્રમશઃ નિધિ મોઢવાણી મેરિટમાં, આર્જીકા તલાટી પ્રથમ અને દક્ષ પટેેેલએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી દાહોદ શહેરનું ગૌરવ વધાર્યું છે. તેઓ સતત છેલ્લા ૨ માસથી તેમના UCMAS નાં TEACHER મેઘાવી ભટ્ટ મેડમના માર્ગદર્શન હેઠળ કઠોર પરિશ્રમ કરીને આ સિધ્ધી હાંસલ કરી છે. આ ત્રણેય બાળકોને UCMAS નાં ફાઉન્ડર અને પ્રેસીડન્ટ શ્રી પ્રોફે.ડૉ.ડીનો વોંગસરના હસ્તે ત્યાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ત્રણેય વિદ્યાર્થીઓને દાહોદ શહેરની જનતા અને તેઓની શાળાઓ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઢવવામાં આવ્યા હતા.
