કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને બચુભાઈ ખાબડે zydus પીડિયાટ્રિશ્યન વોર્ડ અને ICU , જેસાવાડા ITI , PHC બાવકા નું લોકાર્પણ અને ગેસ પાઇપ લાઇન નું ખાતમુહૂર્ત કર્યું લોકોમાં ખુશી ની લહેર

0
634

Girish  Parmar Jesawada

Keyur Parmar Dahod 

 

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા  ગામના ખરેડી ડુગરી ફળીયામા ચાર કરોડ પિસ્તાલીસ લાખના ખચેઁ બનેલ ઔધોગીક તાલીમ સંસ્થા જેસાવાડા અને પ્રાથમીક  આરોગ્ય કેન્દ્ર બાવકાના નવીન મકાનનુ લોકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી    જશવંત ભાભોર તથા મંત્રી બચુભાઈ ખાબડ સાહેબે રીબીન કાપી લોકાર્પણ કરેલ છે. તથા માનનીય દાહોદના કલેકટર I.T.I. જેસાવાડાના પ્રિન્સપાલ, ગરબાડા મામલતદાર ડી.એન મહાકાલ નાયબ મામલતદાર ડી. કે પરમાર, તાલુતા સભ્ય તથા જિલ્લા સભ્ય કરણસિગ ડામોર,માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જેસાવાડા સરપંચ સંજુભાઇ રાઠોડ, ગરબાડા ઘારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારી પંડયા વગેરે અઘીકારી તેમજ નઢેલાવ સરપંચ, તાલુકા સભ્ય માજુભાઇ ભાભોર તથા વગેરે રાજનૈતીક કાર્યકર હાજર રહયા હતા તથા લોકોને માર્ગદર્શન આપ્યુ.

અને ત્યાંથી બાવકા P.H.C. નું લોકાર્પણ કર્યું હતું બાવકા ખાતે બનાવાયેલ આ નવીન P.H.C. એકદમ અદ્યતન સાધનો અને સુવિધાઓ થી સુસજ્જ જોવાતું હતું. આ P.H.C. ખરેખર 21મી સદીની પ્રતીતિ કરાવતી હોઈ તેવું જ છે. આનાથી દૂર દૂર અંતરિયાળ ગામના લોકોને ખુબજ ફાયદો થશે અને લોકોને સારવારના અભાવે હવે જીવ નહિ ગુમાવવા પડે તેવું કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું અને સાથે સાથે બાવકા મંદિરનુ પણ નવનિર્માણ કરીને તેનો સરકાર વિકાસ કરશે તેની જિલ્લા સમાહર્તાને આ કામ કરવા માટે પહેલ કરવાનું કહીને ખાતરી આપી હતી. ત્યારબાદ દાહોદ કૉલેજ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને બચુભાઇ ખાબડએ દાહોદ માટે નવીન ગેસ પાઇપ લાઈનનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની, કારણસિંહ ડામોર (પર્વત ડામોર) તેમજ ગેસ કંપનીના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને મંત્રી બચુભાઇ ખાબડ ના વરદ્દ હસ્તે પીડિયાટ્રિસિયન વોર્ડ અને પીડિયાટ્રિસિયન I.C.U. નું લોકાર્પણ કર્યું હતું આ સમયે મંચ ઉપર ઝાયડ્સના દાહોદ હોસ્પિટલ ના CEO મૌલેશ શાહ, પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમાલિયાર, સુધીર લાલપુરવાલા, તેમજ દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ કારણસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દાહોદ IMA ના પ્રમુખ ડો.શીતલ શાહ એ પણ હાજરી આપી હતી.

બાઇટ — જસવંતસિંહ ભાભોર (,બાઈટમાં બધા લોકાર્પણ અને ખાત મુહૂર્ત વિષે કહ્યું છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here