જીલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદે સરકારી I.T.I. ફતેપુરા ખાતે ફતેપુરા, ઝ।લોદ તથા સંજેલી તાલુકાના ઉમેદવાર ભાઈઓ અને બહેનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાઇ હતી. આ રોજગાર ભરતી મેળામાં દાહોદ, અમદાવાદ, મહીસાગર જીલ્લાના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. ભરતી મેળામા ૧૮ થી ૩૫ વર્ષના ધો ૧૦ પાસ, ૧૨ પાસ, I.T.I. અને ગ્રેજયુએટ લાયકાત માટેના ૨૫૦ જેટલી એસેમ્બલી ઓપરેટર, એસોસીએટ ટ્રેની, મેનેજર જેવી ટેકનીકલ નોન ટેકનીકલ જગ્યા માટે ૧૦૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો.
આ ભરતી મેળામાં ૮૦ થી વધુ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી અને રૂ. ૧૦ – ૧૭ હજાર સુધીના પગારની ઓફર કરાઇ હતી. જીલ્લા રોજગાર કચેરી દ્વારા ૧૮૦૦ જેટલા ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા S.M.S. અને E-Mail થી જાણ કરાઇ હતી. ઉમેદવારોને આગામી દિવસોમાં ઘરે બેઠા રોજગારીનો લાભ લેવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા અને રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા તેમજ ભરતી મેળામાં રોજગારી મેળવવા માંગતા ન હોય તેઓને સ્વરોજગારી માટે સ્વતંત્ર ધંધો વ્યવસાય કરવા લોન સહાય મેળવવા જીલ્લા ઉધોગ કેન્દ્ર દાહોદનો જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા જીલ્લા રોજગાર અધિકારી એ.એલ. ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.