ખેલ મહાકુંભ 2022 અંતર્ગત દેવગઢ બારીયાની સર રણજીતસિંહ હાઇસ્કૂલ રાજ્યમાં પ્રથમ

0
23

૩૬ મી નેશનલ ગેમ્સ – ૨૦૨૨નો કર્ટેન રેઝર અને ૧૧મા ખેલ મહાકુંભનો સમાપન સમારોહ યોજાયો જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વરદ્ હસ્તે એસ.આર. હાઈસ્કૂલ દેવગઢ બારીયા ખેલ મહાકુંભમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને ટ્રોફી અને રૂપિયા પાંચ લાખનું ઈનામ પૂર્વ ધારાસભ્યશ તથા બારીયા કેળવણી મંડળના ઉપપ્રમુખ મહારાજા તુષારસિંહ બાબા સાહેબ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ખેલ મહાકુંભ અંતર્ગત સતત ત્રણ વર્ષ થી સર રણજીતસિંહ હાઇસ્કૂલ રાજ્યમાં પ્રથમ આવી રહી છે. દેવગઢ બારીયા રમતક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. રાજ્ય કક્ષાએ શાળાનું અને દેવગઢ બારીયા ગામનું ગૌરવ વધારવા બદલ પૂર્વ રમત ગમત મંત્રી ઉર્વશીદેવીજી બા સાહેબ અને પૂર્વ ધારા સભ્ય તુષારસિંજી બાબા સાહેબ ભાગ લેનાર તમામ ખેલાડીઓનો અને ત્યાના કોચ તેમજ ટ્રેનરોને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here