છેલ્લા આઠ માસથી અપહરણનાં ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પીપલોદ પોલીસ

0
20

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જીલ્લામાં મીલકત સંબંધી, શરીર સંબંધી તેમજ અન્ય ગુન્હાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી તેમજ પેરોલ જમ્પ ફરાર કેદીઓને પકડી પાડવા માટે તા.૧૪/૦૮/૨૦૨૨ થી
તા.૨૩/૦૮/૨૦૨૨ દિન – ૧૦ની ડ્રાઇવ નું આયોજન કરી સૂચન આપેલ હોય જે સુચના અનુસંધાને મહે.નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, લીમખેડાનાઓએ નાસતા – ફરતા વોન્ટેડ પેરોલ જમ્પ ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદશગન તેમજ સુચના આપેલ હોય અને સર્કલ પો.ઇન્સ સાહેબ દેવગઢ બારીયાનાઓએ પણ સુચના આપેલ હોય જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ
ઇન્સ્પેકટર જી.બી.પરમારનાઓએ પીપલોદ પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતા-ફરતા વોન્ટેડ પેરોલ જમ્પ ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે પીપલોદ પોલીસ સ્ટેશન અ.હે.કો અજીતભાઇ શકનભાઇનાઓએ ગુપ્ત માહીતી મેળવી તે માહીતી આધારે પીપલોદ પો.સ્ટે.ના અ.પો.કો અલ્કેશભાઇ રમણભાઇ (સી.ટીમ) તથા અ.પો.કો ભાવસીંગભાઈ પારસિંગ
તથા અ.પો.કો રણજીતભાઇ દામાભાઇ એમ માહીતી આધારે પીપલોદ પાર્ટ – ‘‘A’’ F.I.R. નં.૧૧૮૨ ૧૦૫૨૨૧૦૦૧૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ. ૩૬૩, ૩૬૬, તથા પોક્સો એક્ટ કલમ. ૮ મુજબના ગુન્હાના કામે અપહરણ કરનાર વોન્ટેડ આરોપી અલ્કેશભાઇ હીરાભાઇ જાતે. પટેલ, રહે. અંતેલા, ઘાટી ફળીયા, તા.દેવ.બારીયા, જી.દાહોદની ગુપ્ત માહીતી આધારે
તપાસ કરતા મળી આવતા તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ પીપલોદ પોલીસને અપહરણના ગુન્હાના કામે અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડવામાાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here