છેલ્લા ચાર વર્ષથી અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં ફતેપુરા પોલીસને મળેલી સફળતા

0
279

નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ DIG એમ.એસ. ભરાડા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરનાઓએ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ ઝાલોદ ડિવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ડીંડોર ઝાલોદ સર્કલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો. સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું ફતેપુરા PSI સી.બી. બરંડા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. – 70/2016 ઇ.પી.કો. કલમ 363, 366, 114 તથા પોકસો એક્ટ કલમ 11(4), 17, 18 મુજબ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી જયંતિ કડવા જાતે કટારા રહે. જલાઈ તા. ફતેપુરા, જિ. દાહોદનાઓને તેના ઘરેથી પકડી પાડવામાં ફતેપુરા પોલીસને સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here