જિલ્લા કલેકટર દ્વારા DJ વગાડવા પરના પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરતા સંજેલી તાલુકામાં 2 DJ સંચાલકો ઉપર પોલીસે કરી કડક કાર્યવાહી

0
135

દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા કોરોનાની આ મહામારીમાં લગ્ન પ્રસંગે વધારે ભીડ ભેગી ન થાય તે માટે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકતો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી પોલીસ સ્ટેશનના PSI એસ.એમ. લાર્સન તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલિગમાં નીકળ્યા હતા ત્યારે 2 DJ ના માલિકો (સંચાલકો) પોતાની મનમાની રીતે DJ વગાડતા ઝડપાયા હતા જેમાં (1) શરદભાઈ ભુરશીંગભાઈ મછાર રહે. ભામણ અને (૨) અલ્કેશભાઈ ભરતભાઈ કટારા રહે. ડુંગરા જેઓની સામે આ જાહેરનામાના ભંગ બદલ સંજેલી પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here