PRITESH PATEL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી દિલ્હી – મુંબઈ નેશનલ કોરિડોર હાઇ વે નંબર 148 N નિકળવાથી આદિવાસી પરિવારોની રૂઢીપ્રથા અને વ્યવહારોને અસર થાય છે જેની સરકારે ચિંતા કરેલ નથી. જમીન પડાવી લેવાનું નક્કી કર્યું હોય તો અમારા પરિવાર સહિત અમોને ઝેર આપી અથવા ગોળીઓથી વીંધી અમારો ખાત્મો કરી નાખે, અમારા હક માટે લડીને મરવું તે અમારા માટે ગૌરવ હશે –– ઝાલોદ તાલુકાનાં ખેડૂતો.
ખેડૂતોની મરજી વગર કોઈ તંત્ર કે હાઇવે ઓથોરિટી ગામ કે ખેતરમાં પ્રવેશ કરશે તો ઘર્ષણ થતાં જે જાન હાનિ થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાંથી સરકાર દ્વારા દિલ્હી થી મુંબઈ નેશનલ કોરિડોર હાઇ વે નંબર 148 N બનાવવા માટે જમીન સંપાદન કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેની સામે ઝાલોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોના વાંધા સુનાવણી માટે પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. પ્રાંત કચેરીએ ઉપસ્થિત ગ્રામજનોએ દિલ્હી થી મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે નંબર -148 N માટે એક ઇંચ પણ જમીન નહીં આપવા તેમજ પહેલા અમને અને અમારા પરિવારજનો ને ઝેર આપો અથવા ગોળીઓથી હત્યા કરી નાખી ત્યારબાદ રસ્તો કાઢવો તેવું લેખિતમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આદિવાસી ગ્રામજનોએ હાઇવે રસ્તો પસાર કરતા પહેલા આદિવાસી ખેડૂતોનો સામૂહિક હત્યાકાંડ સર્જવાની માંગ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાંથી નવીન દિલ્હી થી મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે નંબર – 148 N બનાવવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ખેડૂતોની જમીન સંપાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતાં ઉપરોક્ત હાઈવેના વિરોધમાં ખેડૂતોએ અવાર નવાર વાંધા અરજીઓ ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારીને આપવામાં આવી હતી. જમીન સંપાદન બાબતે ખેડૂતોના વાંધાને રૂબરૂ સુનાવણી માટે ઝાલોદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીએ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. આ સુનાવણી દરમિયાન ઝાલોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ સામૂહિક આવેદનપત્ર આપ્યુ હતું. આ આવેદન પત્રમાં દિલ્હી થી વડોદરા નેશનલ હાઇવે નં – 148 N સંદર્ભમાં પ્રસિદ્ધ થયેલ ધી નેશનલ હાઇવે એક્ટની કલમ 3 મુજબ જાહેરનામા સામે અમોએ રજૂ કરેલ વાંધા અરજી બાબતે રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા રેવન્યુ તલાટીએ ખેડૂતોને નોટિસ બજવવા કરેલ સૂચનાનો અમો વિરોધ કરીએ છીએ. અમોએ લીમખેડા તાલુકાની હદથી ઝાલોદ તાલુકાના ચાટકા ગામ સુધી જંગલ અને સરકારી જમીનમાં થઇને આ હાઇવે પસાર કરવામાં આવે તેવી માંગ કરેલ છે. જે અંતર્ગત આ હાઇવે જંગલ અને સરકારી જમીનમાંથી પસાર કરવામાં આવે તો ખેડૂતોની જમીન ખૂબજ ઓછા પ્રમાણમાં જાય તેમ છે. માટે અમારી માંગ મુજબ અમોએ જણાવ્યા મુજબનું નવું સર્વે કરી રસ્તો પસાર કરવામાં આવે તો ખેડૂતોની જમીન બચી શકે તેમ છે. અમો એ જાહેરનામા મુજબ જે તે સમયે લીધેલ વાંધા મુજબ અમોને અમારી જમીન બચાવવા હાઈકોર્ટ સુપ્રીમકોર્ટ અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અમારી હકની લડાઈ લડવા માટેનો પુરેપૂરો સમય મળવો જોઈએ. હાલ હાઈ કોર્ટમાં અમારો કેસ હાલ પેન્ડિંગ છે. તે બાદ ઉચ્ચ ન્યાયાલય અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી ન્યાયના હિતમાં અમોને સમય મળવો જોઈએ તેનું ધ્યાન આપેલ નથી અને કોરોનાના કારણે કોર્ટ બંધ હોઈ અમારી લડાઈને દબાવી દેવાના બદઈરાદાથી આપ દ્વારા જાહેરનામું પૂર્ણ થવાના ૨૩ દિવસ પહેલા અમોને જે નોટિસી પાઠવી છે. આપ ઝાલોદ તાલુકાના કુલ કેટલા સર્વે નંબર જાય તેની ગણતરી કરો છો પણ તે સર્વે નંબર ઉપર ખેતી કરી તેની ઉપજ માંથી હજારો પરિવારો તેઓનું ગુજરાન ચલાવી થોડી બચત કરી પોતાના બાળકોને અભ્યાસ કરાવી તહેવારો અને લગ્ન પ્રસંગો કરી રહ્યા છે. જમીન જ તેમની બેલી હોઈ મોકલેલ છે તે અમોને સ્વીકાર્ય નથી. જમીન ઉપર નભતા હજારો પરિવારો રઝળી જશે તેની આપે ચિંતા કરેલ નથી. તેમજ ઢોર ઢાંખર કયાં જશે તે પણ વિચારેલ નથી તથા આદિકાળથી સંયુક્ત પરિવારમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારોની રૂઢી પ્રથા અને વ્યવહારોને શી અસર થશે તે બાબતે આપે ચિંતા કરેલ નથી માટે આપે મોકલેલ નોટિસો બાબતે અમારો સખત વિરોધ છે.
લીમખેડા થી ઝાલોદમાં પ્રવેશતા હાઇવેના સર્વેમાં ગેસની પાઇપ લાઈનને નુકસાન ન જાય તે માટે રસ્તાને વળાંક આપતું નવું સર્વે કરેલ છે. તથા પાવડી – SRP જૂથ -૪ ની બિલ્ડીંગો અને ઓફિસો બચાવવા રસ્તાને મોડ આપેલ છે. તેમજ અમોએ કરેલ માંગણી મુજબ લીમખેડાની હદથી ઝાલોદના ચાટકા ગામ સુધી જંગલ અને સરકારી જમીનમાંથી નવું સર્વે કરી આ હાઇવે પસાર કરવામાં આવે તેવી અમારી માંગને નજર અંદાજ કરી જંગલ અને સરકારી જમીન બચાવવો ખેડૂતોનો ભોગ લેવાનું નક્કી કરવામાં આવેલ છે, જો સરકારી મિલકતો અને સરકારી જમીનો બચાવવા હાઇવેને વળાંક આપવામાં આવેલ છે તો ગરીબ ખેડૂતોની જમીન અને મકાનો બચાવવા વળાંક આપવામાં નથી આવતો તે કેમ? માટે સરકાર તરફી કોઈપણ નોટિસ કે હુકમનો અમો વિરોધ કરીએ છીએ. સરકાર અમોને વળતર આપવાની જે વાત કરે છે. તે અમોને માન્ય નથી અમારી પાસે જમીન હશે તો આવનાર અમારી હજારો પેઢીઓ આ જમીન ઉપર નિર્ભર રહેશે. અને તે જમીન ઉપર ખેતી કરી તેની ઉપજમાંથી પોતાનું નિર્વાહ કરી શકશે માટે સરકાર અમોને વળતર આપી ફોસલાવવાની કોશિશ ન કરે, સરકાર અને તંત્રએ અમો ગરીબ આદિવાસીઓને આ હાઇવે પસાર કરી ભોગ લેવાનું નક્કી જ કરી નાખ્યું હોય તો સરકાર સૌ પ્રથમ અમો ખેડૂતોના સહ પરિવારને ઝેર આપી અથવા ગોળી મારી અમારો અંત કર્યા બાદ જ જમીન લઇ શકશે. બાકી અમો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી જીવતા જીવ અમારી જમીન આ હાઇવે માં વિકાસના નામે વિનાશ કરવા માટે તો નહીં જ આપીએ તેની અમો તંત્ર અને સરકારને ચેતવણી આપીએ છીએ. જો સરકારી મિલકતો અને બિલ્ડીંગો બચાવવા માટે વળાંક આપી શકાતો હોય તો ખેડૂતોને બચાવવા ખાનગી માલિકોમાંથી રદ કરી જંગલ અને સરકારી જમીનમાંથી પસાર કરવામાં ન કેમ સરકાર અને તંત્ર એ જે કરવું હોય તે કરીલે અમો અમારી અને આવનાર પેઢીઓની ચિંતા કરી આ હાઇવેમાં એક ઈંચ પણ જમીન આપીશું નહીં પછી ભલે સરકાર અને અમારી વચ્ચે ઘર્ષણ થતાં જે પણ પરિણામ આવશે તેની અમોને ચિંતા નથી અમોને ખતમ કરી નાખવાનું સરકારે નક્કી કરી નાખ્યું છે માટે સરકાર અને તેના સરકારી તંત્ર ને અમારી આ આવેદન પત્ર મારફતે ખુલી ચેતવણી છે, કે જો આ જમીન પડાવી લેવી હોય તો અમારા પરિવાર સહિત અમોને ઝેર આપી અથવા ગોળીઓથી વીંધી અમારો ખાત્મો કરવામાં આવશે તો જ સરકાર જમીન છીનવી ને હાઇવે પસાર જ નાખ્યું હોય તો અમારા હક માટે લડીને મરવું તે અમારા માટે ગૌરવ હશે. બાકી જીવતા જોગ આ જમીન અમો કદાપિ આપીશું નહીં માટે નવું સર્વે કરી જંગલ વિસ્તારમાંથી આ હાઇવે પસાર કરવા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને તેમાં અમારો સહયોગ રહેશે અને ખેડૂતોની મરજી વગર કોઈ તંત્ર કે હાઇવે ઓથોરિટી ગામ કે ખેતરમાં પ્રવેશ કરશે તો ઘર્ષણ થતાં જે જાન હાનિ થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે.