દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આભતળાઈની બાળ કિશોરીને શોધવા પોલીસ મહાનિર્દેશક, C.I.D. ક્રાઇમ બ્રાન્ચ અને રેલ્વે પોલીસને ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે એક સ્પેશિયલ મીટીંગ રાખેલ હતી. જેમાં રેન્જ ડી.આઈ.જી. એમ.એસ. ભરાડાની સૂચનાઓ અને માર્ગદર્શન દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એફ. બારીયાનાઓનેે આપેેેલ સૂચના હેઠળ ગુમ અને અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવાની ડ્રાઈવ દરમિયાન ફતેપુરા પી.એસ.આઇ. બરંડાએ પોલીસ સ્ટાફના માણસો સાથે રહી અપહરણ થયેલ પીડિતાને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધી કાઢી સફળતા મેળવેલ છે.
દાહોદના ફતેપુરાના આભતલાઇની છેલ્લા ત્રણ વર્ષથી અપહરણ થયેલી બાળકીને શોધી કાઢવામાં ફતેપુરા પોલીસને મળેલ સફળતા
RELATED ARTICLES