દાહોદના ફતેપુરામાં તીડ આક્રમણ કરે તો શું કરવું તે અનુલક્ષીને તાલુકા મામલતદાર કચેરીમાં મિટિંગનું કરવામાં આવ્યું આયોજન

0
181

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરની મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર, ખેતીવાડી અધિકારી, મામલતદાર, જિલ્લા પંચાયતમાંથી આવેલ અધિકારી, પાણી પુરવઠા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી વિગેરે મિટિંગમાં હાજર રહ્યા હતા. આ મીટીંગ ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ મીટીંગનો મુખ્ય હેતુ હતો આજ કાલ ચાલી રહેલા તીડના ઉપદ્રવને લઈ આગામી સાવચેતીના પગલા માટે શું કરવું તેના ભાગરૂપે તીડ દેખાય તો જાણકારી આપવી અને જ્યાં રાતવાસો રોકાય ત્યાં દવાનો છટકાવ કરવો દવાના છંટકાવ પછી જે ખેતી હોય તેનો નાશ કરવો જોઇએ અને તેના ઈંડા હોય તો તેનો પણ નાશ કરવો જરૂરી છે. બીજું તકેદારીના ભાગરૂપે થાળી વગાડવી જોઈએ. વધુમાં દવાનો જથ્થો ડીલરો પાસે અનામત રાખવા માટે પણ ડીલરોને જાણકારી આપવામાં આવી હતી. આગમચેતીના પગલારૂપે તંત્ર સક્રિય રહે તે જરૂરી જણાય રહ્યું છે તેવું અધિકારીઓનું કહેવું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here