દાહોદના સંજેલી ખાતે ગરીબોને મદદરૂપ બનતી સૌની દિવાલ સ્ટોલનો તાલુકા મામલતદારના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું

0
198

FARUK PATEL – SANJELI

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે ગુજરાત સરકારના એક નવતર પ્રયોગથી ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકોને પ્રજાના સહકારથી પોતાની મનગમતી ચીજ વસ્તુ મફતમાં મળી શકે તેવા સરકારી વહીવટી તંત્રના ઉત્સાહભેર સહકારથી ઊભા કરવામાં આવતા સૌની દિવાલ રૂપી સ્ટોલ તા.૨૧/૦૩/૨૦૧૮ બુધવારના રોજ સંજેલી તાલુકાના મામલતદાર વી. જી. રાઠોડ સાહેબના વરદ્દ હસ્તે ઉદઘાટન કરી ઉભો કરવામાં આવ્યો છે. સેવાભાવી લોકોના સહકારથી તેને આગળ વધારવા ગામડે-ગામડે યુવાન ભાઈ-બહેનો, મહિલા મંડળો, સખીમંડળોને આવા સૌની દીવાલ રૂપી સ્ટોલ પર પોતાના ઘરે ન વપરાતી હોય તેવી ચીજવસ્તુઓ જેવી કે રમકડાં, કપડાં, ચપ્પલ-જૂતા, પ્લાસ્ટિક તથા સ્ટીલના વાસણો વગેરે જેવી ચીજવસ્તુઓ ગરીબ જરૂરિયાતમંદ લોકોને કામ લાગે તેવા હેતુથી આવા સ્ટોલ પર મૂકી જઈ લોક સેવાના કાર્યમાં સંજેલી તાલુકાની જનતાને સંજેલી તાલુકા મામલતદાર વી. જી. રાઠોડ સાહેબ તથા સંજેલી તાલુકા વિકાસ અધિકારી ડી. ડી. ચૌધરી સાહેબએ એકત્રિત ગ્રામજનોને આ સેવાકીય કાર્યક્રમમાં સહકાર આપવા જણાવ્યું હતું.
આ સૌની દિવાલ સ્ટોલ સંજેલી બસ સ્ટેન્ડ પાસે આવેલ મહાદેવના મંદિર પાસે ઊભો કરવામાં આવ્યો છે. જેનો જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા તથા સેવાભાવી લોકોને પોતાનો હાથ લંબાવવા માટે સંજેલી મામલતદાર સાહેબે અનુરોધ કર્યો છે આ કાર્યક્રમમાં સંજેલી મામલતદાર સાહેબ, તાલુકા ટી.ડી.ઓ. સાહેબ, સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here