દાહોદ જિલ્લાના ફતેપુરામાં જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કરી રવિવારના દિવસે પણ દુકાનો ખોલતા ફતેપુરા પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો

0
150

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસે જે વ્યક્તિઓએ જિલ્લા કલેકટર વિજય ખરાડીના જાહેરનામા નો ભંગ કરી આજે તા.૨૯/૧૧/૨૦૨૦ ને રવિવારના રોજ માસ્ક વિનાના ફરતા અને દુકાનો ખુલીને વેપાર કરતા વેપારીઓ ની દુકાનો બંધ કરાવી દંડ કર્યો.

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા કોરોના મહામારી ને પગલે એક જાહેરનામુ બહાર પાડેલ. જેમાં દર રવિવારે દુકાન ખોલવા પર પ્રતિબંધ રાખવો. પરંતુ આ પ્રતિબંધ હોવા છતાં પણ લોકો પોતાની દુકાનો ખુલ્લી રાખી વેપાર કરતા હતા. આ વેપારીઓની જાણ ફતેપુુરા PSI સી.બી. બરંડાને થતા તેઓ પોલીસ સ્ટાફ સાથે સમગ્ર ફતેપુરા નગરના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવેલ.

હાલમાં દેવ દિવાળીના તહેવારો ચાલતા હોય તેમજ કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા માટે અને કોરોના સંક્રમણ વધતું અટકે તે માટે જિલ્લા કલેકટર એ જાહેરનામું પ્રસિદ્ધ કરી દર રવિવારે વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોઇ તેનો ચૂસ્તપણે અમલ થાય અને લોકો તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી તહેવારોની ઉજવણી કરે તે માટે ફતેપુરા PSI સી.બી. બરંડા તેમજ પોલીસ દ્વારા મેન બજાર, ઝાલોદ રોડ, ઘુઘસ રોડ, જુના એસ.ટી સ્ટેન્ડ વિસ્તારમા પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.  અને કલેક્ટરના જાહેરનામાનું પાલન ન કરી જે વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા તેમજ ૧૨ જેટલા વ્યક્તિઓએ માસ્ક નહીં પહેરવા બદલ તે વ્યક્તિઓને દંડિત કર્યા હતા. અને વેપારીઓને પણ દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here