Tuesday, December 10, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં નવા મકાનને પ્લાસ્ટર કરવા બાંધેલ પાલખના વાંસના થાંભલા સાથે...

દાહોદ જિલ્લાના ફતેપુરામાં નવા મકાનને પ્લાસ્ટર કરવા બાંધેલ પાલખના વાંસના થાંભલા સાથે બોલેરો પીકઅપના ચાલકે ટક્કર મારતા શ્રમિક નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થતાં મોત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બુધવારના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં એક નવીન મકાનના પ્લાસ્ટર માટે રોડની સાઈડમાં બાંધેલ વાસના ટેકા સાથે બોલેરો પીકઅપના ચાલકે તેના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા પાલક ઉપર કામ કરી રહેલો શ્રમિક જોશભેર દીવાલ શાથે અથડાઇ નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાના કારણે તેનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભાટમુવાડી ખાતે રહેતા માનસિંગભાઈ રાયસીંગભાઈ ડીંડોર ઉ. વર્ષ આશરે ૩૮ નાઓ મજૂરી કામ કરતા હતા અને બુધવારના રોજ ફતેપુરા ખાતે ફતેપુરા મેઇન રોડ તરફ રાધાકૃષ્ણ સોસાયટીની અંદર તરફ જતા રસ્તા ઉપર બચુભાઈ સોમાભાઈ પણદાના મકાનના પ્લાસ્ટર માટે પાલખ બાંધવા માટે વાસના ટેકા ઉભા કરવામાં આવેલ હતા.અને આ પાલખ ઉપર માનસિંગભાઈ ડીંડોર પ્લાસ્ટર કામ કરી રહ્યા હતા. તે દરમિયાન સવારના દસેક વાગ્યાના અરસામાં બોલેરો પીકઅપ નંબર GJ-20 X-0030 ના ચાલકે તેના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી પાલખ માટે ઊભા કરવામાં આવેલ વાસના ટેકા સાથે જોશભેર ટકકર મારતા પાલખ ઉપર કામ કરી રહેલા માનસિંગભાઈ ડીંડોર દિવાલ સાથે ટકરાઈ જોશભેર નીચે પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે માનસિંગભાઈ ડીંડોરને મૃત જાહેર કર્યા હતા.જ્યારે બોલેરો પીકઅપનો ચાલક તેના કબજાની ગાડીને સ્થળ ઉપરથી ભાગાવી ગયો હોવાનું જાણવા મળે છે. માનસિંગભાઈ ડીંડોરનું અકાળે આકસ્મિક મોત નિપજતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments