દાહોદ જિલ્લાના ફતેપુરા એ.પી.એમ.સી. માં ખેડૂત કૃષિસુધારા કાયદા અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

0
147

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા એ.પી.એમ.સી ખાતે ખેડૂત કૃષિ સુધારા કાયદા અંગેની જાગૃતિ માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરએ ખેડૂતો સાથે મિટિંગ યોજી કૃષિ કાયદા બિલની વિસ્તૃત માહિતી અને તેના લાભ તે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી, ધારાસભ્ય રમેશભાઈ કટારા, માર્કેટયાડ ચેરમેન પ્રફુલભાઈ ડામોર, મહામંત્રી નરેન્દ્રભાઈ, પંકજભાઈ પંચાલ અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિરોધ પક્ષવાળા કૃષિ બિલના વિરોધમાં અનેક જૂઠાણું ચલાવી રહ્યા છે ત્યારે કૃષિ બિલના સમર્થનમાં જશવંતસિંહ ભાભોર દ્વારા આજે તા.૦૮/૧૦/૨૦૨૦ ને ગુરુવારના રોજ ખેડૂતોને માહિતગાર કરવા માટે ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં જનમેદનીને સંબોધન કર્યું હતું તેમને જણાવ્યું હતું કે વિરોધ પક્ષ દ્વારા વારંવાર જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરી રહી છે કિસાનોને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે એ.પી.એમ.સી બંધ થઈ જશે, ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જશે, ખેડૂતોનું શોષણ થશે, રાજ્યની કાયદો બનાવવાની સત્તા છે, ખેડૂતો કરેલ કરાર કરતા ઓછું ઉત્પાદન થાય તો ખેડૂતોને નુકસાન ભરપાઈ કરવું પડશે વગેરે વગેરે વાતોની લઇને ખેડૂતોને ચિંતા ફેલાવી રહ્યું છે ત્યારે આજે હું તમારી સમક્ષ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લીધેલા ન્યાયની વાત કરવા આવ્યો છું. ટેકાના ભાવે ખરીદી શરૂ રહેશે. તાજેતરમાં જ રવી સીઝનના ભાવ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. શોષણ તો અત્યારે થાય છે આ કાયદાથી તો ખેડૂત પોતાનો માલ ગમે ત્યાં વેચી શકશે.
કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં બંધારણ સંઘ યાદીની કલમ ૪૫ મુજબ કાયદો બનાવી શકે છે. નાના ખેડૂતો મારા જે તે કરાર કરનાર આ સંસ્થા પાસે ખાતર બિયારણ કે દવાના એડવાન્સ કરેલા ખર્ચ જેટલી રકમ જ આપવાની થાય છે આ કરાર મારા ખેત ઉત્પાદનો જ છે. જમીનનો કોઈ દસ્તાવેજ કે જમીન સાથે કોઈ કરાર નથી, આ કાયદાથી ખેડૂતોને આઝાદી મળવાની છે, પરંતુ   વિરોધ પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. કોઈપણ ઉત્પાદક પોતાનો માલ ગમે ત્યાં અને ગમે તે રાજ્યમાં પોતાના ભાવે વેચી શકે તો ખેડૂત શા માટે ન વેચી શકે ખેડૂતને એ.પી.એમ.સી ઉપરાંત પોતાનો માલ સીધો કોઈ પણ વેપારીને ઉદ્યોગકારનો પ્રોસેસ હાઉસ ને કે નિકાસકારોને વેચી શકે તેઓ આ કાયદો ખેડૂતોના હિતમાં બન્યો છે છતા ખેડૂત વિરોધી માનસિકતાને કારણે ખેડૂત ને બાંધી રાખવા માંગે છે અને ભ્રમ ફેલાવે છે આ જુઠ્ઠા છે અને ખેડૂતોને આ ભ્રમમાં ન આવવાની વિનંતી છે તેવું જણાવ્યું હતું. સંસદ જશવંતસિંહ ભાભોર હસ્તે ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે સાંઈ સુંદરકાંડ મંડળ ફતેપુર દ્વારા જશવંતસિંહ ભાભોરને હનુમાનજીની પ્રતિમા આપી તથા સાલ ઓડાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here