ફતેપુરા તાલુકાના ૨૪ શાળાઓમાં ગાંધીજયંતી નિમિત્તે હેન્ડવોશ, પ્રમાણપત્ર, ઉકાળો તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજ રોજ ૨ ઓક્ટોબર ગાંધી જયંતિ તેમજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિન નિમિત્તે ફતેપુરા તાલુકાની 24 શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગાંધી જયંતીના કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. અમલીયાર, CDPO વંદિતાબેન પટેલ, કોમલબેન દેસાઈ તેમજ જે તે વિસ્તારના સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, ICDS કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 100 મહિલાઓને હેન્ડવોશ કરાવવામાં આવેલ હતા. અને કેવી રીતે હાથ ધોવામાં આવે છે તેનું લાઈવ ડેમો કરીને બતાવવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં આયુર્વેદિક ઉકાળાનું, માસ્ક, હેન્ડવોશ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મોનીટરીંગ BRC રમેશભાઈ રતોડા અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ. અમલીયારએ કરેલું હતું.