દાહોદ જિલ્લાના સંજેલી ખાતે વિશ્વકર્મા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

0
139

FARUK PATEL – SANJELI

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે વિશ્વકર્મા ભગવાનના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાંપન્ન થયો. જેમાં અનેક ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મૂર્તિથી લઈને ધજારોહણ દ્વારની ઊંચી બોલી પણ બોલાઈ હતી.

સંજેલી ખાતે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા વિશ્વકર્મા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના છેલ્લા દિવસે એટલેકે તા.૨૯/૧૧/૨૧૦૭ને બુધવારના રોજ મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સાંજના સમયે પુષ્પસાગર તળાવના કિનારે આવેલ નવા મંદિરના કાર્યક્રમ સાથે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું,

આ વિશ્વકર્મા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સંજેલી ગામના ઉપરાંત બલૈયા, સુખસર, ઝાલોદ, લીમડી વગેરે ગામના પંચાલ સમાજના લોકો તેમજ સંજેલી ગામના મુસ્લિમ સમાજ, વહોરા સમાજ તથા બીજા અનેક સમાજના લોકોએ આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here