દાહોદ જિલ્લાના સંજેલી ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ ને પગાર ન મળતા હડતાળનો લીધો સહારો. સંજેલી ટીડીઓ અને મામલતદાર કચેરીમાં કરી હતી રજૂઆતો. નગરમાં ઠેર ઠેર જોવા મળ્યા કચરાંના ઢગલા. સંજેલી પંચાયતની બેદરકારી સામે આવી. જાહેર રસ્તાઓ પર વહી રહ્યું છે ગટરનું ગંદુ પાણી. ચોક્સ પ્લાનિંગ વગરની ગટરો બનાવતા સર્જાઈ છે મુશ્કેલી.
દાહોદ જિલ્લાના સંજેલી ગ્રામપંચાયતમાં 35 જેટલા સફાઈ કર્મચારી ભાઈ બહેનો દરરોજ વહેલી સવારે નગરમાં સફાઈ કામ કરે છે પરંતુ તેમને હાલમાં 3 માસ થી પગાર ન મળતા રવિવારથી હડતાળનો સહારો લીધો છે. પગાર વધારવા માટે તેઓએ પંચાયત તેમજ સંજેલી તાલુકાના ટીડીઓ અને મામલતદાર કચેરીમાં પણ રજૂઆતો કરી હતી. સંજેલી પંચાયતની બેદરકારીના કારણે નગરના પોલીસ સ્ટેશન જેવા જાહેર રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી બહુ જ વાંસ મારે છે. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે