દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી પ્રાથમિક શાળામાં ગણિત – વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

0
22

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગત રોજ તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના ક્લસ્ટર કક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં પાંચ વિભાગોમાં ક્લસ્ટરની શાળાઓ દ્વારા ઉત્તમ કૃતિઓ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળ – વિજ્ઞાનિકોએ તૈયાર કરી રજૂ કરી હતી. શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરનારા બાળ – વિજ્ઞાનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. શાળાના ઉત્સાહી શિક્ષક ભાઈ – બહેનોએ બાળકોને ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં કેવી રીતે ભાગ લઈ શકાય અને કેવી રીતે આગળ વધી શકાય તેની માહિતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here