THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આજે તા.૦૮/૦૨/૨૦૨૧ ને સોમવારનાં રોજ ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકાના તલાટી કમ મંત્રીઓને ચૂંટણીના જાહેરનામાની કોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોનું આજ રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો તેમજ આ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 6 સીટો માટેનું જાહેરનામું આજ રોજ મામલતદાર પી.એન.પરમારના હસ્તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, અને આ જાહેરનામું વિતરણ કરવા માટે તેની કૉપી તલાટી કમ મંત્રીઓને સોપવા આવી હતી.