દાહોદ જિલ્લામાં વસંત પંચમી નિમિત્તે વહીવટી તંત્ર અને સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા દાહોદમાં 18 જોડા અને લીમખેડામાં 51 જોડાના સમૂહ લગ્ન યોજાયા

0
199

KEYUR PARMAR – DAHOD

 

આજના આ જમાનામાં પણ લોકો બાળવિવાહને વળગી ના રહે અને નાના માણસો પણ સારી રીતે લગ્ન કરી પોતાનું ઘર વસાવી શકે તે માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને સ્વયં સેવી સંસ્થા શિવ કૃપા સમિતિએ ભેગા મળી લીમખેડામાં ૫૧ જોડા ના સમૂહ લગ્ન અને દાહોદમાં શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા ૧૮ જોડાના સમૂહ લગ્નનું આયોજન કરાયું

દાહોદ જિલ્લાના લીમખેડાના હસ્તેશ્વર મહાદેવ મોટા હથિધરા ખાતે ૫૧ જોડાના લગ્નનું આયોજન કરાયું હતું જેમાં તંત્ર દ્વારા સ્થાનિક સ્વયં સેવી સંસ્થા શિવ કૃપા સમિતિ સાથે મળીને કરાયું હતું.
આ લગ્નમાં દાહોદ જિલ્લા કલેકટર દ્વારા અપાયેલ સૂચના મુજબ બાળ વિવાહ રોકવા જોડાના શાળા છોડ્યાના પ્રમાણ પત્રો અને જન્મનો દાખલો આ ચકાસણી કરીને નક્કી કરાયું હતું. અને દાહોદ જિલ્લા પછાત કલ્યાણ વિભાગ દ્વારા નિયત આવક મર્યાદાવાળા દંપતીને કુંવરબાઈ નું મામેરુ અને સાત ફેરાનો પણ લાભ અપાયો હતો. જ્યારે દિવ્યાંગ દંપતીને વિષેશ સહાય કરાઈ હતી. આમ લીમખેડામાં હિન્દૂ સમાજમાંથી કોઈ પણ હોય તેવા લોકોને આ લગ્નમાં લાભ અપાયો છે તેવું શીવ કૃપા અમિતિના બાબુભાઇ શાહ એ જણાવ્યું હતું.

નોંધ – આ કાર્યક્રમ માં જિલ્લા કલેક્ટર જે રંજીથકુમારે ખાસ હાજરી આપી હતી અને તેઓ એ કહ્યું હતું કે આ આદિવાસી જિલ્લામાં લોકોને લગ્ન અને મારાં માં બૌજ ખર્ચ થાય છે અને તેને ગરીબ આદિવાસી પહોંચી વળતો નથી તે માટે જ આવા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે અને આવનારા વર્ષો માં પણ આ કરવામાં આવશે.

જ્યારે દાહોદમાં શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર જે રામરોટી પણ ચલાવે છે તે પરિવાર દ્વારા ૧૮ યુગલોના સમૂહ લગ્નનું આયોજન દાહોદના ઇન્દોર હાઈવે પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. પરિવારના બાબુભાઇ પંચાલ અને રમેશભાઈ અગ્રવાલ ના જણાવ્યા મુજબ તેમને એક નવ દંપતીને લગ્ન કરીને જે ઘરવકરીની જરૂર પડે તે તમામ આ લગ્ન કરાવીને આપી છે . અને સોનાના મંગલ સૂત્રો પણ યુવતીઓને આપ્યા છે. અને લગ્ન બાદ નવ દંપતીના સગા અને ઉપસ્થિત મહેમાનોનું જમવાનું પણ આ પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતુ

આ સમૂહ લગ્નમાં દાહોદ અને તેના આસપાસ એટલ કે મધ્યપ્રદેશ માંથી પણ યુવક અને યુવતીઓ લગ્ન માટે આવી હતી અને તેમને આ સમૂહ લગ્નના કાર્યને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે લગ્ન થયા ના એક મહિના પછી પણ ચાલે એટલો સમાન આપેલો છે અને તે સિવાય ઘરવકરી તો અલગ જેમાં તિજોરી , કોઠીઓ, બેગો, સૂટકેસ, પેટી પલંગ, ગાદલા, વાસણો વગેરે બાધિજ વસ્તુઓ જે એક ઘર ચલાવવા જોઈએ તે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here