દાહોદ જિલ્લા કલેકટરના આદેશથી રવિવારના દિવસે બજાર ખુલ્લા રાખવા માટેની છૂટ અપાયા પછી પણ સંજેલીના બજારોમાં લોકોની પાંખી હાજરી

0
83

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં દર રવિવારે હવે દુકાનો ખોલવા માટેની છૂટ આપવામાં આવી છે ત્યારે સંજેલી નગરમાં આજે તા.૩૧/૦૧/૨૦૨૧ ને રવિવારના રોજ બજારોમાં દુકાનો ખુલી પરંતુ આસપાસના ગામડાના લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. આ અગાઉ જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા કેટલા સમયથી સંક્ર્મણ અટકાવના ભાગ રૂપે દર રવિવારે દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તે સમયે ગામડાના લોકોને પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવામાં દર રવિવાર બંધ રહેતી દુકાનોના કારણે ખુબજ મુશ્કેલી પડી રહી હતી જે હવે પછી દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો પર  નિયંત્રણ આવતા હવે જિલ્લાભરમાં રવિવારે દુકાનો ખોલવા માટે મુક્તિ મળી છે ત્યારે સંજેલી નગરના બજારોમાં દુકાનો ખુલી પરંતુ હાલમાં પણ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા અને લોકોની પાંખી હાજરી જોવામાં મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here