દાહોદ જિલ્લા વિધાનસભાની 6 એ 6 સીટ ઉપર ભાજપે મેળવ્યો કબ્જો કોંગ્રેસના ગઢમાં પડ્યા ગાબડાં

0
205

THIS NEWS IS SPONSORED BY –– AVSAR PUJAPA AND DECORATION 

ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચુંટણી – 2022 ના બીજા તબક્કાની ચુંટણી દાહોદ જિલ્લામાં તા.05/12/2022 ને સોમવારના રોજ યોજાઇ ગઈ. જેનું આજે તા.08/12/2022 ને ગુરુવારના રોજ ઇંજિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી.

આજે સવારના 08:00 કલાકે સમયસર કાઉન્ટિંગ શરૂ થઈ ગયું હતું. જેમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા. પરંતુ 4 રાઉન્ડ પછી ભાજપના ગતિ મંથર ગતિએથી પુરપાટ ઝડપે ચાલવા લાગી હતી. અને ૧૨૯ – ફતેપુરા, ૧૩૦ – ઝાલોદ, ૧૩૧ – લીમખેડા, ૧૩૨ – દાહોદ, ૧૩૩ – ગરબાડા અને ૧૩૪ – દેવગઢ બારિયા આ છ એ છ સીટ ભાજપે પોતાના કબજામાં લઈ કોંગ્રેસનાં ગઢમાં મસમોટું ગાબડું પાડ્યું હતું. અને દાહોદ જિલ્લાએ ઈતિહાસ રચી વિધાનસભાની ૦૬ એ ૦૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લેતાં દાહોદના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. અને ભવ્ય નગરયાત્રાઓ કાઢી હતી. દાહોદની ૦૬ વિધાનસભા બેઠક પર ભાજપે કબજાે જમાવતાં મોદી મેજીક કામ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે.

જેમાં ૧૨૯ – ફતેપુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ભૂરાભાઈ કટારા આમ આદમી પાર્ટીના ઉમેદવારથી ૨૦૦૯૧ મતોથી વિજેતા થયા હતા,

૧૩૦ – ઝાલોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેશભાઇ સોમજીભાઇ ભુરિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારથી ૩૫૫૩૨ મતોથી વિજેતા થઈ કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડ્યું,

 

 

૧૩૧ – લીમખેડા વિધાનસભાના ઉમેદવાર શૈલેષભાઈ સુમનભાઇ ભાભોર આમ આદમી પાર્ટીના ઉમેદવારથી ૪૦૨૮ મતોથી વિજેતા થયા,

૧૩૨ – દાહોદ વિધાનસભાના ઉમેદવાર કનૈયાલાલ બચુભાઈ કિશોરી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારથી ૨૯૩૫૦ મતોથી વિજેતા થઈ કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડ્યું,

૧૩૩ – ગરબાડા વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્રભાઈ રમેશભાઇ ભાભોર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારથી ૨૭૮૮૫ મતોથી વિજેતા થઈ કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડ્યું,

૧૩૪ – દેવગઢ બારિયા વિધાનસભાના ઉમેદવાર બચુભાઈ મગનભાઇ ખાબડએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર થી ૪૪૩૩૪ ના જંગી મતો થી જીત મેળવી હતી. આમ કોંગ્રેસનાં ગઢ ગણાતી દાહોદ, ગરબાડા અને ઝાલોદ ની સીટ એ કોંગ્રેસ ને ગુમાવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here