દાહોદ નગર પાલિકાની ચૂંટણીનાં ઉમેદવારોની યાદી જાહેર : નવા નિયમમાં જૂના કપાયા

0
773

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગર પાલિકાની ચૂંટણી માટે કોને આ વખતે ટિકિટ મળશે તેની ચર્ચાઓ અને અટકળોથી માહોલ બહુ દિવસથી ગરમાયો હતો, રોજ અલગ અલગ વાતો વાયુ વેગે પ્રસરતી હતી પરંતું BJP પાર્ટીએ નવી ગાઈડ લાઇન બહાર પાડી હતી કે જે લોકો સળંગ ૩ ટર્મ થી ઈલેક્સન જીતી ચુક્યા હોય અને સગા સબંધીવાદને પણ ધ્યાનમાં રાખવામા આવશે અને તે લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપ મોવડી મંડળે અંતે ફાઇનલ નિર્ણય કર્યો અને જે નિયમોનું પાલન કરાવ્યુ તે નવા નિયમોનુંસાર જૂના કપાયા છે. આ મામલે જૂના લોકો કપાતા દાહોદ શહેરમાં ગલીએ ગલીએ નગર પાલિકાની ચૂંટણીની ટિકિટ ફાળવણીની ચર્ચાઓ ચાલી રહી છે. અને તે બાબતે ભાજપ ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ્રિ બોર્ડ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી દાહોદ નગરપાલિકા ના ભાજપના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચનાનુસાર આજે તા.૧૧/૦૨/૨૦૨૧ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર દ્વારા જાહેર કરવામાં આવી. જેની યાદી આ પ્રમાણે છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here