Breaking : દાહોદ રસ્તા ઉપર શાકભાજી વેંચતા પાથરણા વાળા ઉપર જીપ ચાલી જતા 2 ને ઈજાઓ. દાહોદ નેતાજી બજારની ઘટના. નેતાજી બજારમાં રોડ ઉપર શાકભાજી વેંચવા બેઠેલા એક મહિલા અને એક પુરુષને રેલિંગ તોડી આવેલ ક્રુઝર એ લીધા અડફેટે. મહિલા અતિ ગંભીર સિવિલ મોકલવામાં આવી હતી, જ્યારેે પુરુષને શરીરે ઓછી વતી ઈજાઓ હતી. સ્થળ ઉપર લોકોએ 108 બોલાવી મહિલાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પુરુષની સ્થિતિ તો સારી છે પણ મહિલાનું મોત નીપજ્યું હતું. લોકોની અને પ્રસાશનની વારંવાર રજુઆત છતાં રોડ ઉપર બેસી શાકભાજી વેંચતા બન્યો અકસ્માત. આ ઘટના પછી તંત્ર એ કડક પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને તેવી લોક માંગ ઉઠવા પામી હતી.
