Tuesday, December 10, 2024
Google search engine
HomeBig Breakingદાહોદ માર્કેટયાર્ડ અને MGVCL પાસેથી થઈને ઈન્દોર હાઈવે રોડ તરફ જતાં બ્રિજ...

દાહોદ માર્કેટયાર્ડ અને MGVCL પાસેથી થઈને ઈન્દોર હાઈવે રોડ તરફ જતાં બ્રિજ (પુલ) નું કાર્ય ૧ વર્ષ અને ૬ માસ પછી આવતી કાલથી પુનઃ શરૂ થશે

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના અનાજ માર્કેટ યાર્ડ તરફથી MGVCL થઈને ઈન્દોર હાઈવે તરફ જતાં બ્રિજ (પુલ) નું કાર્ય આવતી કાલ તા.૧૯.૦૩.૨૦૨૧ ને શુક્રવારના રોજ થી પુનઃ શરૂ થવા જઈ રહ્યું છે. જે માટે આજે તા.૧૮.૦૩.૨૦૨૧ ને ગુરુવારના રોજ કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં Smart City ની મિટિંગ મળી હતી. જેમાં છેલ્લા ૧ વર્ષ અને ૬ માસથી આ બ્રિજ (પુલ) નું કાર્ય અટકેલ હતું જેમાં અને અમુક વાંધા વિરોધ હતા જે લઈને દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં Smart City ની એક મિટિંગ મળી હતી જેમાં સ્માર્ટ સિટીના સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, દાહોદ ચીફ ઓફિસર એન.સી. પટેલ, APMC ચેરમેન કનૈયા કિશોરી, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેનું નિરાકરણ આજની આ મિટિંગમાં આવી જતાં આ બ્રિજ (પુલ) નું જે કામ અધૂરું રહી ગયેલ છે તે કાર્ય પુનઃ શરૂ થઈ શકશે.

 THIS NEWS IS POWERED BY –– RAHUL MOTORS 

આ વાતને લઈને દાહોદ શહેરના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને ખાસ કરીને વેપારીમાં, કારણકે ટ્રાન્સપોટેશન માટે જે હેવી ગાડીઓ માલવહન કરીને દાહોદ શહેરના જુદા-જુદા માર્ગો ઉપર થઈને અનાજ માર્કેટમાં આવતી હતી જેમને જુના દાહોદમાં આવવામાં અને માર્કેટ યાર્ડ સુધી પહોચવામાં ખૂબ જ ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો જેથી પડાવ અને રળિયાતી રોડ બાજુ દરરોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી, અને આ નિરાકરણ લાવવાથી જે દાહોદના આ વિસ્તારોની મૂળભૂત ટ્રાફિકની સમસ્યા છે, તે સમસ્યાઓ આ બ્રિજ બની જવાથી હલ થશે. અને હેવી માલ વાહક વાહનો સીધા બહાર નીકળી જશે. અને વચ્ચેથી અંદર આવી શકશે. જે શહેર અને લોકો માટે ખુશીની વાત છે. અને આ વાત શહેરમાં પ્રસરી જતાં શહેરીજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments