દાહોદ LCB ની ટીમે અંતરરાજય હથિયારોની હેરાફેરી કરતી ગેંગને હથિયાર સાથે રંગે હાથે ઝડપી પાડી 3ની અટક કરી

0
244
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી દેશી હથિયારી ગુનાઓનું પ્રમાણ વધતા દાહોદ જિલ્લા પોલીસે દાહોદ DSP હિતેશ જોઇસર ની સૂચના મુજબ LCB દાહોદ પી.આઈ પૃથ્વીરાજસિંહ એ ટીમ તૈયાર કરી આ અંગે ઊંડી તાપસ કરતા તેઓને બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશથી કોઈક ઈસમો દાહોદ સફેદ મોટર સાયકલ લઇ હથિયારો ડિલિવરી કરવા દાહોદ અવવાના છે અને દાહોદનો જ એક ઈસમએ ખરીદી કરવાનો છે.
LCB ની ટીમે દાહોદ RTO ચેક પોસ્ટ પહેલા પુંસરી ગામે નાકાબંદી કરી અને એક સફેદ મોટોરસયકલ ઉપર મધ્ય પ્રદેશના ધાર જિલ્લા ના બે ઈસમો આવી અને દાહોદના એક ઈસમને મળતા હતા તે વખતે LCB ની ટીમે પહોંચી આ ત્રણે ઈસમો ઘેરી પકડી પડ્યા અને ત્યાંજ તેઓની અંગ ઝડતી લેતા એક દેશી પિસ્તોલ અને એક દેશી તમંચો ઝડપાયો હતો .
દાહોદ LCB ની ટીમે (1) રાકેશ દિતીયા ભંવર રહે. બડીયા ઈડરિયાપુરા, જિલ્લા-ધાર. મધ્યપ્રદેશ (2) ગોરેલાલ જગણસિંહ ડોડવે બડખોદરા, તટેમરીયપુરા, જિલ્લા-ધાર, મધ્ય પ્રદેશ અને (3) વિનોદ છત્રસિંહ ગણવા ભીલવાડ, તળાવ ફળીયા, દાહોદની અટક કરી અપાચે બાઇક કબ્જે લઈ આર્મ્સ એકટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here