ફતેપુરાના ઝાલોદ રોડ ઉપર આવેલ એક દુકાન અને બાજુમાં અડીને આવેલ ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા અંદાજે રૂપિયા ૬ લાખનો મુદ્દામાલ બળીને ખાખ

0
257

PRAVIN KALAL – FATEPURA

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઝાલોદ રોડ ઉપર આવેલ સતિષભાઈ કલાલની દુકાન અને પાસે આવેલ ગોડાઉનમાં રાત્રીના અંદાજે નવ સાડા નવ વાગ્યાના અરસામાં આકસ્મિક આગ લાગતાં ઇલેક્ટ્રોનિક સરસામાન, તાંબા પિત્તળના વાસણો, તિજોરી, કબાટ, ફ્રિઝ, વોશિંગ મશીન, LED ટીવી તથા કોમ્પ્યુટર આ બધું મળી અંદાજે છ લાખ રૂપિયાનું નુકસાન થવા પામેલ છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું જાણવા મળેલ છે. આગ લાગતાં દુકાનની બહાર ઓટલા ઉપર બેસી રહેલા તથા આજુબાજુના લોકોને જાણ થતાં તેઓએ બૂમાબૂમ કરેલ હતી જેથી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો પણ આગ કાબૂમાં આવી ન હતી ત્યારે સામે પેટ્રોલ પંપ હોવાથી ત્યાંથી ફાયર સેફટીની બોટલ લાવી તેને ચાલુ કરતા આગ કાબુમાં આવી હતી છતાં પણ ઇલેક્ટ્રોનિક આઇટમો તથા અન્ય સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here