ફતેપુરાના ડુંગર મુખ્ય પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

0
387

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

ફતેપુરાના ડુંગર મુખ્ય પ્રાથમિક શાળામાં સ્વાતંત્રદિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફતેપુરાના મામલતદાર જે.ડી.રાઠવાના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીત સમૂહમાં ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજની સલામી ગાર્ડ ઓફ ઓનરે આપી હતી.
મામલતદારશ્રીના હસ્તે ડુંગર સરપંચને પાંચ લાખ રૂપિયા નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણમાં કલ્પવૃક્ષ નો છોડ માજી સરપંચ ગઢરા દ્વારા રોપવામાં આવ્યો હતો તેમજ વૃક્ષોરોપણ ઉપસ્થિત મહાનુભાવો કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ગીત શાળાની બાલિકાઓ ગાયુ હતું
તેમજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. તેમજ સંકલ્પ, પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં પ્રતિજ્ઞા કરી સંકલ્પ લેવામાં આવ્યા હતા. બધા સાથે મળી ભ્રસ્ટાચાર મુક્ત ભારતનો સંકલ્પ, સ્વચ્છ ભારતનો સંકલ્પ, ગરીબી મુક્ત ભારતનો સંકલ્પ, આંતકવાદ મુક્ત ભારતનો સંકલ્પ, જ્ઞાતિવાદ ભારતનો સંકલ્પ, કોમવાદ મુક્ત ભારતનો સંકલ્પ સર્વે સાથે મળી 2022 સુધીમાં નૂતન ભારતનું નિર્માણ કરીએ મન અને કર્મથી જોડાઈ જઈએ તેમ સહુનો સાથ સહુનો વિકાસ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here