ફતેપુરાના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ અને ઉશ્કેરણી જનક પોસ્ટ કરતા મામલતદારને આવેદન આપ્યુ અને કરી પોલીસ ફરિયાદ

0
737

રાષ્ટ્રીય સેવક સંઘ ફતેપુરા દ્વારા આદિલ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં ફતેપુરા પોલીસ મથકે કરેલ અરજી આધારે ફરિયાદ નોધાઈ. ફતેપુરા પોલીસે લઘુમતી કોમના યુવકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે.

ઉત્તર પ્રદેશના હાથરસની બળાત્કારી ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ફતેપુરા નગરના લઘુમતી કોમના આદિલ પટેલે સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા ગંદા ખરાબ મેસેજ મોકલતા ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે આ બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફતેપુરા દ્વારા આદિલ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફતેપુરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી અને પોલીસે ફરિયાદ નોંધાવેેેલ છે. ફતેપુરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફતેપુરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ને આપવામાં આવેલી લેખિત અરજીમાં જણાવેલ પ્રમાણે હાલ ઉત્તર પ્રદેશમા હાથરસની 20 વર્ષીય દલિત પીડિતા ઉપર બળાત્કાર ગુજરાતી તેનું મોત નિપજાવવાનો બનાવ બનવા પામેલ છે. તેના અનુસંધાને ફતેપુરા નગરમાં રહેતો આદિલ અ.મજીદ પટેલે સોશિયલ મીડિયામાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા ગંદા અને ખરાબ મેસેજ મોકલેલ છે. તેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઇ અને અન્ય સમાજને પણ નુકસાન થાય તેવું કૃત્ય કરેલ હોવાનું અરજીમાં જણાવેલ છે.

આદિલ પટેલે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ મેસેજ થી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવવાના કારણે હિન્દુ સમાજમા રોષ પ્રગટી રહ્યો છે આ અરજીની એક નકલ જિલ્લા પોલીસ અધિક્ષકને અને એક નકલ મામલતદાર ફતેપુરાને કરાતા એક્શનમાં આવેલ ફતેપુરા પોલીસ પી.એસ.આઇ સી.બી. બરંડા અને તેમની ટીમ દ્વારા યુવકની તપાસ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here