Friday, January 17, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાની વલુંડી પ્રાથમિક શાળામાં PSI ભરવાડના અધ્યક્ષ સ્થાને ધો. - ૮ નાં...

ફતેપુરાની વલુંડી પ્રાથમિક શાળામાં PSI ભરવાડના અધ્યક્ષ સ્થાને ધો. – ૮ નાં બાળકોનો વિદાય સમારંભ અને પરિણામોત્સવ યોજવામાં આવ્યો

ફતેપુરાની વલુંડી પ્રાથમિક શાળા ખાતે ફતેપુરા PSI જી. કે ભરવાડ તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ તેમજ શાળાનો પરિણામોત્સવ યોજાયો હતો. ઉપસ્થિત ફતેપુરાના PSI દ્વારા બાળકોને વધુ અભ્યાસ માટે તત્પર બનવા અને સફળતા મેળવવા માટે તનતોડ પ્રયાસો કરવા અને વધુ પ્રયત્નો કરી સ્કૂલ અને મા બાપનું નામ રોશન કરી આગળ આવવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

શાળામાં ધોરણ ૩ થી ૮ માં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ અભિવાદન શાળા દ્વારા ફતેપુરા PSI હસ્તે કરાવવામાં આવ્યું હતું. શાળામાં બાળકોને શાળા દ્વારા ચા નાસ્તો કરીને મો મીઠું કરાવી વિદાય આપવામાં આવી હતી. શાળાના વરિષ્ઠ શિક્ષિકા માલતીબેન દ્વારા ધોરણ ૮ ના બાળકોને પેનની ભેટ આપીને ઉજ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. વલુંડી પ્રાથમિક શાળા દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરાતા બાળકો તેમજ ગ્રામજનોમાં શાળા માટે ગૌરવ અને ખુશીની લાગણી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન પણદા અને વિધીબેન કલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments